Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

શંકરની ફિલ્મમાં અક્ષયને મળ્યું વધુ એક મહત્વનું પાત્ર

અક્ષય કુમારે સુપરસ્ટાર રજનીકાંત સાથે ૨.૦માં કામ કરી સાઉથમાં પહેલી ફિલ્મ કરી હતી. હવે તે સાઉથના બીજા સુપરસ્ટાર કમલ હાસન સામે વિલનગીરી કરે તેવી શકયતા છે. નિર્દેશક શંકરની ૨.૦માં અક્ષય કુમાર વિલન બન્યો હતો અને તેના કામથી શંકર પ્રભાવીત થયા હતાં. આથી હવે શંકર ફરીથી પોતાની ફિલ્મમાં તેને લેવા ઇચ્છુક છે. શંકર 'ઇન્ડિયન-૨' બનાવી રહ્યા છે. આ ફિલ્મનું પોસ્ટર તેમણે રિલીઝ કર્યુ હતું. જેમાં કલમ હાસન જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં અક્ષયને પણ રોલ મળ્યો છે. ૧૯૯૪માં આવેલી ઇન્ડિયન ફિલ્મની આ રિમેક છે. પહેલા અક્ષયને જો રોલ ઓફર થયો તેના માટે અજય દેવગણનો સંપર્ક કરાયો હતો. પણ તારીખોની સમસ્યાને કારણે તે આ ફિલ્મ સ્વીકારી શકયો નહોતો. હવે આ રોલ અક્ષયને ઓફર થયો છે. જો બધુ બરાબર ચાલ્યું તો શંકર સાથે તેની આ બીજી ફિલ્મ હશે.

(10:07 am IST)