Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

રકુલ પ્રિત સિંહ કરશે અજય સાથે રોમાન્સ

એક વર્ષ પહેલા લવ રંજને અજય દેવગણને લઇને ફિલ્મ બનાવવાની ઘોષણા કરી હતી. આ ફિલ્મનો એક ફોટો પણ સોશિયલ મિડીયામાં પોસ્ટ કર્યો હતો. ત્યારે એવું કહેવાયુ હતું કે અજય યુવા હિરોઇન સાથે રોમાન્સ કરતો દેખાશે અને ફિલ્મ શહેરી જીવન પર આધારીત હશે. ફિલ્મમાં તબ્બુ પણ સામેલ છે. મુખ્ય હિરોઇનની શોધ હવે સમાપ્ત થઇ છે. રકુલ પ્રિત સિંહને પસંદ કરી લેવામાં આવી છે. નિર્દેશક લવ રંજન કહે છે રકુલનો આ ફિલ્મમાં ખુબ જ મહત્વનો રોલ છે. તે આત્મવિશ્વાસથી ભરપુર એવી ગામડાની યુવતિના રોલમાં છે. શહેરી લોકોના સંબંધો પર આધારીત આ ફિલ્મનું નામ હવે પછી નક્કી થશે. શુટીંગ ટૂંક સમયમાં જ શરૂ થઇ જશે. આ વર્ષે ૧૯ ઓકટોબર દશેરાના દિવસે ફિલ્મ રિલીઝ થઇ જશે. રકુલની ફિલ્મ અય્યારી પણ આવી રહી છે.

(9:19 am IST)