Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

અનુષ્કાની હોરર ફિલ્મ 'પરી' આવશે માર્ચમાં

વિરાટ કોહલી સાથે લગ્ન બાદ અનુષ્કા શર્મા ફરીથી કામે વળગી ગઇ છે. અનુષ્કાની આગામી ફિલ્મ 'પરી' આવી રહી છે. જેનું ટીઝર તેણે હમણા જ લોન્ચ કર્યુ છે. અનુષ્કા પોતાના પ્રોડકશન કલીન સ્લેટ ફિલ્મ્સ બેનર હેઠળ આ ફિલ્મ બનાવી રહી છે. અનુષ્કા ટીઝરમાં ખુબ જ ડરામણી લાગી રહી છે. જેમાં અનુષ્કા એકીટશે કોઇની સામે જોઇ રહેલી દેખાય છે. તેના ચહેરા, આંખ અને ગરદન પર લોહીના ડાઘ છે. આ અત્યંત ભયાનક લાગે છે. અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું છે-સ્વીટ ડ્રીમ્ઝ ગાઇઝ...હોલી વીથ પરી. આ જોતાં ફિલ્મ હોળીના તહેવાર આસપાસ રિલીઝ થાય તેમ લાગે છે. અનુષ્કાની આ ફિલ્મ હોરર છે. સારા અલી ખાન પણ કદાચ ફિલ્મમાં જોવા મળશે. આ પહેલા અનુષ્કાએ એનએચ-૧૦ બનાવી હતી. પરી આવતા મહિને રિલીઝ થવાની હતી. પણ હવે માર્ચમાં આવશે.

(9:18 am IST)