Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતાએ અંકિતા લોખંડેને હેપી બર્થ ડે વિશ કર્યું: કેપ્‍શનમાં લખ્‍યુ-શુભકામનાઓ અને સપના...

નવી દિલ્હી: ટીવી અને બોલીવુડ અભિનેત્રી અંકિતા લોખંડેએ પોતાનો 36મો જન્મદિવસ બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે ખુબ ધૂમધામથી મનાવ્યો. તેણે શનિવારે પોતાનો 36મો જન્મદિવસ મિત્રો સાથે ધામધૂમથી સેલિબ્રેટ કર્યો. હવે આ બર્થડેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અંકિતા લોખંડેએ સોશિયલ મીડિયા પર બર્થડે સેલિબ્રેશનની ઝલકો શેર કરી છે. ખાસ વાત એ છે કે આ વીડિયોઝ પર દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા કિર્તીએ પણ અંકિતાને વીશ કર્યો છે.

પોતાના આ ધામધૂમથી ઉજવાયેલા બર્થડેનો વીડિયો અંકિતાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. જેમાં તે ત્રણ જન્મદિવસની કેક, ફૂલોના ગુલદસ્તા, ફુગ્ગા અને મ્યૂઝિક તથા લોકો સાથે જોવા મળી રહી છે. તેનો આ વીડિયો જોઈને અનેક લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

અંકિતાએ આ અવસરે ગોલ્ડન શાઈનિંગ આઉટફિટ પહેર્યો છે. જેમાં તે ખુબ સુંદર લાગે છે. આ વીડિયોમાં અંકિતા ડબલ લેયરવાળી કેક કાપતા જોવા મળે છે. તેના મિત્રો જોશ સાથે બર્થડે સોંગ ગાઈ રહ્યા છે. આ વીડિયોને શેર કરતા અંકિતાએ લખ્યું કે બર્થડે સ્પેશિયલ, હેપી બર્થડે.

સુશાંતની બહેન શ્વેતાએ કર્યું વિશ

આ સેલિબ્રેશનની તસવીરો શેર કરતા અંકિતાએ કેપ્શનમાં લખ્યું કે શુભકામનાઓ અને સપના. તેના કમેન્ટમાં અંકિતાના એક્સ બોયફ્રેન્ડ અને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ પણ બર્થડે વિશ કર્યું છે. કિર્તીએ લખ્યું કે હેપી બર્થડે બ્યુટીફૂલ.

(4:48 pm IST)