Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

પૂજા ગોર આઇટી એકસપર્ટના રોલમાં

ડિજીટલ પ્લેટફોર્મ પર સમયાંતરે આવતી રહેતી અલગ-અલગ જોનરની સિરીઝમાં બીજા પ્લેટફોર્મની સાથે સોની લિવ પણ આગવું નામ ધરાવે છે. આ પ્લેટફોર્મ પરથી અનેક હિટ સિરીઝ પ્રસારીત થઇ ચુકી છે. વધુ એક સિરીઝ શ્રીકાંત-બશીર આવી ચુકી છે. જેને ચાહકો પસંદ કરી રહ્યા છે. આ વેબ સિરીઝમાં શ્રીકાંતનું પાત્ર ગશમીત મહાજનીએ અને બશીરનું પાત્ર યુધિષ્ઠીરસિંહે નિભાવ્યું છે. આ બંને મુંબઇના એવા ઓફિસર છે જે મુંબઇને બાયોવેપનનો ઉપયોગ કરી નેસ્તનાબુદ કરવા નીકળેલા અન્ડરવર્લ્ડ સામે બાથ ભીડે છે. બંને શહેરને કેવી રીતે બચાવે છે તેની વાત અહિ છે.  સિરીઝની ખાસીયત એ છે કે તમામ એકશન સિન્સ કલાકારોએ જાતે જ કર્યા છે. એ પછી આગના દ્રશ્યો હોય કે બીજા માળેથી છલાંગ લગાવવાની હોય. વેબ સિરીઝમાં ટીવી સ્ટાર પ્રતિજ્ઞા ફેઇમ પૂજા ગોર પણ ખાસ રોલમાં છે. જે આઇટી એકસપર્ટ રવિનાનો રોલ નિભાવી રહી છે. સોૈથી મોટો પોઇન્ટ એક છે કે હિન્દુ અને મુસ્લિમ એક બનીને મુંબઇને બચાવવા આગળ વધે છે.

(10:05 am IST)