Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

અધિકારીના રોલમાં વિક્રાંત મેસ્સી

અભિનેતા વિક્રાંત મેસ્સીએ ટીવી પરદેથી કારકિર્દીની શરૂઆત તેર વર્ષ પહેલા શો ધૂમ મચા લે ધૂમથી કરી હતી. એ પછી ધર્મ વીર, બાલીકા વધુ, ગુમરાહ, બાબા ઐસો વર ઢુંઢો, વી ધ સિરીયલ, કુબુલ હૈ, યે હૈ આશિકી, અજબ ગજબ ઘર જમાઇ જેવા શો કર્યા હતાં. બોલીવૂડમાં તેણે ૨૦૧૩માં લૂટેરા ફિલ્મથી શરૂઆત કર્યા પછી હવે સતત મોટા પરદે તે જમાવટ કરી રહ્યો છે.  વેબ સિરીઝ પણ તેને મળી રહી છે. વિક્રાંતની ખાસીયત એ છે કે કોઇપણ રોલમાં તે સરળતાથી ઢળી જાય છે. આ કારણે જ તેને ફિલ્મોની વધુ ઓફર મળતી રહે છે. મલયાલમ ફિલ્મ ફોરેન્સિકની હિન્દી રિમેક માટે વિક્રાંતની પસંદગી થઇ છે. જેમાં તે ફોરેન્સિક અધિકારીનો રોલ નિભાવતો જોવા મળશે. મલયાલમ ફિલ્મમાં આ રોલ તોવિનો થોમસે નિભાવ્યો હતો. આ વર્ષના પ્રારંભે જ આવેલી મલયાલમ ફિલ્મે દર્શકોને આકર્શિત કર્યા હતાં. હિન્દી રિમેક માટે પોતાની પસંદગીથી વિક્રાંત ખુશ છે. તે કહે છે આ ફિલ્મની ઓફર થતાં જ હું જોડાઇ ગયો હતો. મુખ્ય રોલ નિભાવવાની પણ સારી તક છે.

(10:05 am IST)