Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

તમને સાચા-ખોટાની સમજ હોવી જોઇએઃ શમિતા શેટ્ટી

લોકપ્રિય ઇન્ટરનેશનલ સિરીઝનું ભારતીય વર્ઝન બનાવવાનો નિર્ણય ઝીફાઇવએ કર્યો છે. અભિનેત્રી શમિતા શેટ્ટી પણ આ સિરીઝમાં કામક રીર હી છે. આ સિરીઝ પતિદેવો અને પત્નિઓ પર આધારીત છે. શમિતાએ કહ્યું હતું કે હું પરણેલી નથી, એથી મને નથી લાગતું કે હું પરણેલા લોકોને સલાહ આપી શકું. પરંતુ હું પહેલા રિલેશનશીપમાં હતી અને મેં અનેક મિત્રો-પરિવારના સફળ લગ્ન જોયા છે. શમિતા કહે છે કે એક રિલેશનશીપ માટે પરસ્પર પ્રેમ, સમજદારી અને સોૈથી મહત્વપુર્ણ બાબત સન્માન હોવા જરૂરી છે. આ બધુ હોય જો ન હોય તો રિલેશનશીપનો કોઇ મતલબ રહેતો નથી. લોકો માતા-પિતા-બાળકો, પરિવાર સહિતના કારણોસર વિવાહબંધનમાં બંધાયેલા રહે છે. હું ભલે પરણેલી ન હોઉ પરંતુ એટલુ કહી શકુ કે તમને એ સમજ હોવી જોઇએ કે સાચુ શું છે અને ખોટુ શું છે. બ્લેક વિડ્ડો ભારતીય વર્ઝનનું આઠમુ રૂપાંતર છે. ઝીફાઇવ અને નેન્ટ સ્ટુડિયો યુકેએ બે સિરીઝની ડિલ કરી છે.

(10:04 am IST)