Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

અક્ષયની ફિલ્મ 'ગોલ્ડ'ની કહાની કાલ્પનીક છેઃ રિતેશ

અક્ષય કુમાર સતત કામ કરીને હવે ક્રિસ્મસની રજા પર ગયો છે. તેની ફિલ્મ 'ગોલ્ડ' પૂર્વ હોકી ખેલાડી બલવીરસિંહના જીવન પર આધારીત છે. જો કે હવે એવો ખુલાસો કરાયો છે કે આ ફિલ્મ બાયોપિક  નહિ હોય. નિર્માતા રિતેશ સિધવાનીએ કહ્યું હતું કે અક્ષયની આ ફિલ્મ સત્ય ઘટના પર આધારીત છે એ વાત સાચી છે, પરંતુ તે સંપુર્ણ રીતે ખેલાડીના જીવન પર આધારીત નથી. ગોલ્ડની કહાની કાલ્પનીક છે.

જો કે કહાનીને સત્ય ઘટનાઓની વચ્ચે રાખી છે. આથી લોકો એવું સમજે છે કે આ બાયોપિક છે. આ ફિલ્મ એવા સમયની વાત કરશે જ્યારે દેશને આઝાદી મળી હતી. ત્યારે ખાસ કરીને હોકીની રમત સાથે શું થયું હતું તે દર્શાવાશે. અક્ષય કુમાર આ ફિલ્મનો સહનિર્માતા પણ છે.

(9:29 am IST)