Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

આવી રહી છે પોલીસ કર્મચારીઓને સાંકળતી વેબ સિરીઝ-'૧૦૦'

ફિલ્મો, ટીવીની સાથો સાથ હવે ડિજિટલ પ્લેટફોર્મ પણ ખુબ વિખ્યાત બની રહ્યું છે. અનેક મોટા અભિનેતા-અભિનેત્રીઓ અલગ-અલગ વેબ સિરીઝમાં કામ કરી રહ્યા છે.  વધુ એક વેબ સિરીઝ હોટસ્ટાર પર આવી રહી છે. જેનું નામ '૧૦૦' રાખવામાં આવ્યું છે. સો નંબર જોતાં જ પોલીસ કન્ટ્રોલ રૂમની યાદ આવી જાય. આ વેબ સિરીઝમાં પણ આની જ વાત છે. કન્ટ્રોલ રૂમમાં બેઠા હોય ત્યારે થતાં અનુભવોની વાતો આ સિરીઝમાં હશે. જેમાં મહત્વના બે કલાકારો પરમિત શેઠી અને મરાઠી અભિનેત્રી રિન્કૂ રાજ્યગુરૂની પસંદગી થઇ છે. રિન્કૂએ બ્લોકબસ્ટર ફિલ્મ સૈરાટમાં મુખ્ય રોલ નિભાવ્યો હતો. આ ઉપરાંત સિરીઝમાં તાહિર શબ્બી, રાજીવ સિધ્ધાર્થ પણ છે. તાહિર શબ્બીર આ સિરીઝનો નિર્માતા પણ છે. સસ્પેન્સ-થ્રિલર સાથે પોલીસ કર્મચારીઓની લાગણીઓને પણ આ સિરીઝમાં સામેલ કરવામાં આવી છે. એક ફોન કેવું પ્લાનીંગ બગાડી નાંખે છે તેની વાત '૧૦૦'માં દેખાડવામાં આવી છે.

(9:45 am IST)