Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

મૃણાલને વધુ એક ફિલ્મ

સાઉથની ફિલ્મો પરથી અનેક હિન્દી ફિલ્મો બની છે અને સુપરડુપર હિટ થઇ છે.  શાહિદ કપૂરે સાઉથની અર્જૂન રેડ્ડીની હિન્દી રિમેક કબિર સિંહના નામથી કરી હતી. આ ફિલ્મ જબરદસ્ત હિટ નિવડી હતી. હવે શાહિદ વધુ એક દક્ષિણ ભારતીય ફિલ્મ જર્સીની હિન્દી રિમેક કરી રહ્યો છે. આ ફિલમમાં તે ક્રિકેટરનો રોલ નિભાવી રહ્યો છે. ગોૈતમ તિન્નાનુરી નિર્દેશીત આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે હિરોઇન કોણ હશે? તેની લાંબી તલાશ પુરી થઇ ગઇ છે. મૃણાલ ઠાકુરને હિરોઇન તરીકે પસંદ કરી લેવામાં આવી છે. ટીવી પરદેથી બોલીવૂડમાં પહોંચેલી અને બે સફળ ફિલ્મો સુપર ૩૦ તથા બાટલા હાઉસમાં કામ કરી ચુકેલી મૃણાલને આ ફિલ્મમાં શાહિદ સાથે મુખ્ય રોલ અપાયો છે. રિતીક રોશન અને જોન અબ્રાહમ જેવા મોટા કલાકારો સાથે કામ કર્યા પછી હવે શાહિદ સાથેની ફિલ્મથી તે અત્યંત ખુશ છે. નિર્દેશકના કહેવા મુજબ મને શાહિદ સાથે મૃણાલ જ યોગ્ય લાગી છે. તે જર્સીના રોલ માટે સંપુર્ણ ફિટ છે.

 

(9:44 am IST)