Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

બેંગલોરમાં 'ધ લીલા' પેલેસમાં દીપિકા-રણબીરનું રિસેપ્શન શરૂ

રણવીરે ગોલ્ડન વર્ક સાથેની બ્લેક શેરવાની પહેરી:દીપિકાએ પ્લેન ગોલ્ડન સાડી, ફુલ સ્વીવ્સનો બ્લાઉઝ, મેચિંગ હેવી જ્વેલેરી સાથે મેચ કર્યો.

બેંગાલુરુમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનું વેડિંગ રિસેપ્શન શરૂ થઈ ગયું છે. આ ઑફ્ટર વેડિંગ પાર્ટીને પાદુકોણ પરિવારે ખાસ દોસ્તો તથા પરિવાર માટે રાખ્યું છે. આ રિસેપ્શન માટે સ્ટાર કપલ રૉયલ અંદાજમાં તૈયાર થયું. રણવીરે બ્લેક શેરવાની પહેરી જેના પર ગોલ્ડન વર્ક હતું. દીપિકાએ  પ્લેન ગોલ્ડન સાડી, ફુલ સ્વીવ્સનો બ્લાઉઝ, મેચિંગ હેવી જ્વેલેરી સાથે મેચ કર્યો.છે 

દીપિકા-રણવિર રિસેપ્શનમાં સબ્યાચાસીના ડિઝાઈનરવેર પહેરશે. રિસેપ્શનમાં સાઉથ ઈન્ડિયન ફૂડ રહેશે. દીપિકાની મોમ ઉજ્જવલાએ અનેકવાર હોટલમાં જઈને ફૂડ ટેસ્ટિંગ કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ રિસેપ્શનમાં દીપિકાનાં પિતાના ફ્રેન્ડ્સ સામેલ થશે.

ધ લીલાના ગ્રાન્ડ બોલરૂમમાં રિસેપ્શન હશે. આ સેલિબ્રેશન માટે આ હોટલનો સૌથી મોટો હોલ છે. હોટલમાં સેલિબ્રેશન માટે નાના-મોટા મળીને કુલ 18 વેન્યૂ છે.ગ્રાન્ડ બૉલરૂમની સાઇઝ 4400 સ્ક્વેર ફૂટ છે.

(10:20 pm IST)