Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

રણબીર કપૂર આલિયા ભટ્ટનને ઇજા થતા હોસ્પિટલ લઇ ગયો

મુંબઈ: મોખરાની અભિનેત્રી આલિયા ભટ્ટને ઇજા થતાં એનો હાલનો બોયફ્રેન્ડ્ અને મોખરાનો અભિનેતા રણબીર કપૂર એને ડૉક્ટર પાસે લઇ ગયો હોવાની તસવીરો સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી.હાલ બંને ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની બ્રહ્માસ્ત્ર ફિલ્મ કરી રહ્યાં છે જેનું નિર્દેશન રણબીરનો દોસ્ત અયાન મુખરજી કરી રહ્યો છે. ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ એક મહત્ત્વનો રોલ કરી રહ્યા છે.હોલિવૂડની સુપરમેન આયર્ન મેન જેવી સુપરહીરો ફિલ્મોની જેમ ભારતીય સુપરહીરોની ટ્રિલોજી બનાવવાની કરણ જોહરની યોજના છે. બ્રહ્માસ્ત્ર એની પહેલી કડી છે.તાજેતરમા જોડી એક દવાખાનાની બહાર નીકળતી ઝડપાઇ હતી. વિશે તપાસ કરતાં મળેલી માહિતી મુજબ બ્રહ્માસ્ત્રના સેટ પર આલિયાને ઇજા થઇ હતી એટલે રણબીર એને ડૉક્ટર પાસે લઇ ગયો હતોક્લીનીકની બહાર નીકળીને બંને ઝડપભેર કારમાં બેસી ગયાં હતાં. જો કે કેટલાંક ફેન્સને સેલ્ફી લેવાની છૂટ બંનેએ આપી હતી. બંને સાવ સાદા પોષાકમાં અને મેકપ વિના ક્લીનીકમાં આવ્યાં હતાં.

(5:49 pm IST)