Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

રજનીકાંતની પત્ની લત્તા સાથે આમિર ખાન કરશે કામ

મુંબઈ: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા ફિલ્મ સર્જક અને ટીવી હોસ્ટ આમિર ખાને સાઉથના મેગાસ્ટાર રજનીકાંતની પત્ની લતાની સાથે સહકાર સાધ્યો હોવાની માહિતી મળી હતી.મિડિયા સાથેની વાતચીત દરમિયાન, આમિર ખાને કહ્યું કે મારા સાથીદારો હાલ પાની ફાઉન્ડેશનના કામમાં બીઝી હેાવાથી હું હાલ સત્યમેવ જયતેના નવા એપિસોડ્સ તૈયાર કરી શકતો નથી. મારા સાથીદારો ફ્રી  થાય ત્યારબાદ કદાચ કરી શકીશ.દરમિયાન, એણે સાઉથના ભગવાન ગણાતા મેગાસ્ટાર રજનીકાંતની પત્ની લતા સાથે સહકાર સાધ્યો હોવાનું મિડિયાને જણાવ્યું હતું. તેણે કહ્યું કે લતાજી દયા ફાઉન્ડેશન નામે બાળકો માટે જે પ્રવૃત્તિ કરી રહ્યાં છે એે મને ખૂબ ગમે છે અને હું એમની સાથે બાળકોના કાર્યમાં સહભાગી થવા માગું છું. બાળકોનાં હિતનું રક્ષણ કરતી જે થોડી ખરેખર સારી સંસ્થાઓ દેશમાં છે એમાં દયા ફાઉન્ડેશનનો પણ સમાવેશ થાય છે. લતાજી પીસ ફોર ચીલ્ડ્રન નામે કાર્ય કરી રહ્યાં છેતાજેતરમાં રજૂ થયેલી આમિર ખાન અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ઠગ્સ ઑફ હિન્દોસ્તાનને બોક્સ ઑફિસ પર ધાર્યો પ્રતિસાદ મળ્યો નહોતો. જો કે વિશે આમિરે કાઇ વાત કરવાનું ટાળ્યું હતું.

(5:50 pm IST)