Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો ગોવામાં આરંભ

મુંબઈ: દર વરસે યોજાતા ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ૪૯મા સમારોહનો ગોવાના શ્યામા પ્રસાદ મુખરજી ઇન્ડોર સ્ટેડિયમમાં શાનદાર રીતે આરંભ થયો હતો. પ્રસંગે ભારત સરકારે ગુજરાત, ગોવા અને ઝારખંડને ફિલ્મ ફ્રેન્ડલી જાહેર કર્યાં હતાં. ત્રણે રાજ્યોમાં વિદેશી ફિલ્મ સર્જકોને નિમંત્રણ આપવામાં આવ્યાં હતાં કે તમારી ફિલ્મો બનાવવા અહીં આવો. તમને પૂરતી સગવડો અને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.ઔઅભિનેત્રી ડાન્સર શિલ્પા રાવે જદાં જુદાં ગીતો પર ડાન્સ રજૂ કર્યાં હતાં. સુપરહિટ ગીતોની મેડલી રજૂ કરવામાં આવી હતી અને ફરીદા ખાનુમે ફૈઝ અહમદ ફેૈઝની અતિ લોકપ્રિય ગઝલ આજ જાને કી જિદ ના કરો રજૂ કરીને અનેરી હવા જમાવી દીદી હતી.ખમતીધર ફિલ્મ સર્જક અને ટીવી હોસ્ટ કરણ જોહરે પોતાના હિટ ટીવી શો કૉફી વીથ કરણની સ્ટાઇલથી કેન્દ્રના માહિતી પ્રસારણ ખાતાના રાજ્ય પ્રધાન રાજ્યવર્ધન રાઠોડનો ઇન્ટરવ્યૂ લીધો હતો અને રાજ્યવર્ધનની સિદ્ધિઓની વાત રજૂ કરી હતી. કરણે મોખરાના અભિનેતા અક્ષય કુમારનો પણ ઇન્ટરવ્યૂ રજૂ કર્યો હતો.

(5:43 pm IST)