Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

વડોદરાના રાજવી પરિવાર દ્વારા એવોર્ડથી સન્માનિત થયા અમિતાભ બચ્ચન

મુંબઈ: મિલેનિયમ સ્ટાર, મહાનાયક, બિગબી જેવાં હુલામણાં નામોથી વિખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને આજે વડોદરાના રાજવી પરિવાર દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. પ્રસંગે વડોદરાના આંગણે મહેમાન બનેલાં અમિતાભ બચ્ચને આનંદ અને સન્માનની લાગણી વ્યક્ત કરતાં આભાર માન્યો હતો.
એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહેવા અમિતાભ બચ્ચન આજે સવારે વડોદરા પહોંચ્યાં હતાં. જ્યાં ગાયકવાડ પરિવારે અમિતાભ બચ્ચનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.રાજવી પરિવાર દ્વારા અમિતાભ બચ્ચનને સયજીરાવ ગાયકવાડના નામે 'સયાજી રત્ન એવોર્ડ' એનાયત કરવામાં હતો. નવલખી મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં એવોર્ડ સ્વીકાર બાદ અમિતાભ બચ્ચને શહેરીજનોનેને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે 'વડોદરાના લોકોએ મને જે પ્રેમ આપ્યો છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમે મને આવી રીતે આમંત્રિત કરતા રહો અને હું આવી રીતે તમારી સમક્ષ આવતો રહીશ. મને સન્માનિત કરવા માટે ખૂબ ખૂબ આભાર. એવોર્ડ રતન તાતા જેવા મહાન લોકોના નામ'તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જીવનમાં એવા લોકો આવ્યા જેનાથી હું પ્રેરિત થયો રહ્યો ખાસ કરીને મારા માતા પિતા. એવા લોકોથી પ્રભાવિત થઇને મેં મારં. જીવન આગળ વધાર્યું હતું.

(5:31 pm IST)