Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

વિલનગીરી કરવા તૈયાર થઇ રહ્યો છે અર્જૂન કપૂર

અર્જૂન કપૂરની પાછલી ફિલ્મ ફલોપ રહી છે. પણ તે નિફષ્ળતા ભુલી નવી ફિલ્મો કરી રહ્યો છે. બીજી તરફ તેની સાથેના રણવીરસિંહ અને વરૂણ ધવન સતત હિટ ફિલ્મો આપી રહ્યા છે. અર્જૂન હવે એવી ફિલ્મો જ વધુ કરશે જેમાં તેનો દમદાર રોલ હોય. આ કારણોસર તેને એક ફિલ્મમાં વિલનનો રોલ મળ્યો છે. અર્જૂન આ રોલ નિભાવવા એટલા માટે તૈયાર થયો છે કે તેમાં તેને અભિનય કરવાની ભરપુર તક દેખાય છે. સુપરહિટ ફિલ્મ એક વિલનની સિકવલ બની રહી છે. આ ફિલ્મમાં અર્જૂન વિલનગીરી કરવાનો છે. અર્જુનનો રોલ એકદમ ખતરનાક અને

ચાલાક શખ્સનો છે. અર્જૂન આ રોલ પોતાની રીતે નિભાવવા તૈયારી કરી રહ્યો છે. તે કહે છે વિલનના રોલમાં એકટર માટે નવો પ્રયોગ કરવાની તક હોય છે. એક વિલનમાં નેગેટીવ રોલ રિતેશ દેશમુખે નિભાવ્યો હતો. રિમેકનું નિર્દેશન મોહિત સૂરી કરશે. અર્જૂન આ ઉપરાંત એક ફિલ્મમાં તે ઇન્ટેલિજન્સ ઓફિસર પણ બન્યો છે.

(10:35 am IST)