Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

રોમાન્ટીક એકશન ફિલ્મથી ધમાકેદાર એન્ટ્રી કરશે અહાન

સુનિલ શેટ્ટીની દિકરી અથિયા શેટ્ટી બોલીવૂડમાં એન્ટ્રી કરી ચુકી છે. હવે તેનો દિકરો અહાન શેટ્ટી પણ બોલીવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર છે. અથિયાની ત્રણ ફિલ્મો આવી ચુકી છે. હવે તેનો બાવીસ વર્ષિય ભાઇ અહાન પણ ફિલ્મમાં આવી રહ્યો છે. તેને પહેલી ફિલ્મ મળી ચુકી છે. મિલન લુથરીયા નિર્દેશિત ફિલ્મમાં તે કામ કરી રહ્યો છે. મિલને ધ ડર્ટી પિકચર, વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ સહિતની દમદાર ફિલ્મો આપી છે. હવે તે અહાનને નિર્દેશીત કરશે. આ ફિલ્મનું નિર્માણ સાજીદ નડિયાદવાલા કરશે. તેલુગુ હિટ ફિલ્મ 'આરએકસ-૧૦૦'નું હિન્દી વર્ઝન બનશે. આ રોમાન્ટીક એકશન ફિલ્મમાં મુખ્ય રોલ અહાનને મળ્યો છે. હિરોઇનનું નામ હવે પછી જાહેર થશે. સુનિલ શેટ્ટી ખુબ જ ખુશ છે અને દિકરાને પહેલી ફિલ્મ મળતાં તે ભગવાનનો આભાર માની રહ્યો છે.

(10:33 am IST)