Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

એકશનનો જબ્બર ડોઝ લઇને આવી રહ્યો છે ટાઇગર

હીરોપંતિ ફિલ્મથી બોલીવૂડમાં હીરોગીરીની શરૂઆત કરનાર અભિનેતા ટાઇગર શ્રોફ પોતાના ડાન્સ અને એકશનને કારણે અસંખ્ય ચાહકોમાં સ્થાન ધરાવતો થઇ ગયો છે. કોરોના કાળમાં હવે શુટીંગ શરૂ થઇ ગયા હોઇ ટાઇગર પણ એક પછી એક પ્રોજેકટ હાથ પર લઇ રહ્યો છે. તેની ફિલ્મો ગણપત, હીરોપંતિ-૨ અને રેમ્બો માટે પ્લાનીંગ શરૂ થઇ ગયું છે. આવનારા વર્ષમાં આ ત્રણ મોટી જબરદસ્ત એકશન ફિલ્મો ટાઇગર તેના ચાહકોને આપશે. હાલમાં ટીમ સાથે મળી ટાઇગરે તારીખો ગોઠવી લીધી છે. ગણપત ફિલ્મના શુટીંગનો પ્રારંભ ટાઇગર ડિસેમ્બરથી કરશે. અક્ષય કુમારે જેમ બેલબોટમનું શુટીંગ સતત પિસ્તાલીશ દિવસમાં પુરૂ કર્યુ એ જ રીતે ટાઇગર પણ પ્લાનીંગ કરી રહ્યો છે. ગણપતમાં ટાઇગરનો જબ્બર એકશન લૂક જોવા મળશે, પણ બીજી ફિલ્મોથી તદ્દન અલગ હશે. તેમાં તે બોકસરનો રોલ નિભાવી રહ્યો છે. એ પછી એપ્રિલમાં ટાઇગર હીરોપંતિ-૨નું શુટીંગ શરૂ કરશે.  આ ફિલ્મના નિર્દેશક અહેમદ ખાન છે. એ પછી તે રેમ્બોનું કામ શરૂ કરશે. 

 

(10:27 am IST)