Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

લગ્નના સાત વર્ષ બાદ મા બનશે અનિતા

ટીવી પરદાની ખુબ જાણીતી અભિનેત્રી અને ફિલ્મોમાં પણ કામ કરી ચુકેલી અનિતા હસનંદાની મા બનવાની છે. તેણે તાજેતરમાં સોશિયલ મિડીયા પર એક તસ્વીર પોસ્ટ કરી છે જેમાં તે બેબીબંપ સાથે જોવા મળી રહી છે. નવા મહેમાનનું સ્વાગત કરવા અનિતા અને તેનો પતિ રોહિત રેડ્ડી અધીરા બન્યા છે. તાજેતરમાં ચોૈદમી ઓકટોબરના રોજ અનિતા અને રોહિતના લગ્નને સાત વર્ષ પુરા થયા હતાં. લગ્નની વર્ષગાંઠને કારણે આ દંપતિ મીની વેકશન પર હતું. અનિતા અને રોહિતની ખુબ જ આકર્ષક તસ્વીર રોહિતે પોતાના એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. જેમાં બંને ખુશખુશાલ નજરે પડી રહ્યા છે. લાંબા સમય સુધી અફવાઓમાં રહ્યા બાદ અનિતાએ પોતે પ્રેગનન્ટ હોવાની પુષ્ટી કરી હતી. અનિતા અને રોહિત રેડ્ડી ટીવીના બેસ્ટ કપલમાંથી એક છે. સાત વર્ષથી આ બંને સતત સાથે છે. અનિતાએ કુછ તો હે, યે દિલ, કોઇ આપ સા સહિતની ફિલ્મો પણ કરી છે. કભી સોૈતન કભી સહેલી, કાવ્યાંજલિ, યે હૈ મહોબ્બતે સહિતના શો માટે તે જાણીતી છે.

 

(10:27 am IST)