Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

દિમાગ મત લગાના કયું કી ઇન મેં હૈ નહિ...

પાગલપંતિના મજેદાર પોસ્ટર

જોન અબ્રાહમની આગામી ફિલ્મ પાગલપંતિનું નવું પોસ્ટર રિલીઝ થયું છે. અનિસ બાઝમી નિર્દેશીત આ ફિલ્મમાં જોન ઉપરાંત અનિલ કપૂર, અરશદ વારસી, ઇલિયાના ડિક્રુઝ, પુલકિત સમ્રાટ, ક્રિતી ખરબંદા, ઉર્વશી રોૈતેલા, સોૈરભ શુકલા મુખ્ય રોલમાં છે. પાગલપંતિનું નવું પોસ્ટર મજેદાર છે. તેમાં કોઇ કલાકાર નથી, પણ માત્ર એક ટેગલાઇન છે. જેમાં લખ્યું છે કે-દિમાગ મત લગાના, કયું કી ઇનમેં હૈ નહિ!...આ ફિલ્મ આઠમી નવેમ્બરના રિલીઝ થવાની હતી. પરંતુ સિધ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખની ફિલ્મ મરજાંવા પણ એ જ દિવસે રિલીઝ થવાની હોઇ ટક્કરથી ટાળવા પાગલપંતિની રિલીઝ ડેટ આગળ વધારીને બાવીસમી નવેમ્બર કરવામાં આવી છે. પાગલપંતિનું બીજુ એક પોસ્ટર પણ બહાર પડ્યું છે. આ બધા ફિલ્મના નામ પ્રમાણેના હાવભાવ દર્શાવતા જોવા મળી રહ્યા છે.

(10:04 am IST)