Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

રણવીરસિંહ-દીપિકાની લગ્નની તારીખ જાહેર :14મી નવેમ્બરે સાત ફેરા લેશે

ચાહકોની પ્રતીક્ષાનો આવ્યો અંત :લગ્નના કાર્ડ છપાઈ ગયા ;દીપિકાએ જ ઇન્ટાગ્રામમાં કાર્ડ શેર કર્યું

મુંબઈ :રણવીરસિંહ-દીપિકા પદુકોણની લગ્નની તારીખ જાહેર થઇ છે.ચાહકોના પ્રતિક્ષાનો અંત આવ્યો છે. બંને સ્ટાર્સના લગ્નના કાર્ડ છપાઇ ગયા છે. દીપિકા પાદુકોણે લગ્નના કાર્ડને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી દીધું છે. લગ્નના કાર્ડને શેર કરતાં દિપીકાએ કહ્યું કે રણવીર સંગ તે 14 નવેમ્બરના રોજ સાત ફેરા લેશે. સફેદ અને ગોલ્ડન લગ્નના કાર્ડને શેર કરીને દિપીકાએ ચાહકોને મોટી સરપ્રાઇઝ આપી છે.

  લગ્નના કાર્ડમાં લખ્યું છેકે અમને ઘણી ખુશી થઇ રહી છે કે તમને લોકોને બતાવતાં અમને ઘણી ખુશી થઇ રહી છે કે અમારા પરિવારના આશીર્વાદથી અમારા લગ્નની તારીખી 14 અને 15 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. ઘણો બધો પ્રેમ, દીપિકા અને રણવીર. જો કે લગ્નના કાર્ડમાં એ વાતનો ઉલ્લેખન કરવામાં આવ્યો નથી કે દીપિકા અને રણવીરના લગ્ન ક્યા આગળ યોજાશે.

  જો કે ચાહકોના મતે બંને વિદેશમાં ભારતીય પરંપરા મુજબ લગ્ન કરશે. દીપિકા અને રણવીરની ટ્યૂનિંગ હંમેશા સ્પેશિયલ રિલેશનશિપ તરીકે જાણીતી રહી છે. જો કે એક અંદાજ પ્રમાણે 2013થી એક-બીજાને ડેટ કરી રહ્યા છે. 'દીપવીર'ના નામથી ચાહકોમાં મશહૂર છે આ જોડી. દિપીકા છેલ્લા કેટલાક દિવસો પહેલા પોતાના પરિવાર સાથે લગ્નની ખરીદી કરતાં જોવા મળી હતી.

(8:19 pm IST)