Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

સલમાનની કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર પ્રથમ ફિલ્મમાં બની 'જોગણ'

સાડીમાં ખૂબજ ભક્તિમય અંદાજમાં મીરાબાઈની ભૂમિકામાં

મુંબઈ :ફિલ્મ અભિનેતા સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર હવે બોલીવુડમાં એક્ટિંગમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તેની ડેબ્યુ ફિલ્મનું નામ રાધા ક્યો ગોરી મેં ક્યો કાલા' છે. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક આજે જાહેર કરી દીધો છે.

  પોસ્ટરમાં યૂલિયા વંતૂર પીળી સાડીમાં ખૂબજ ભક્તિમય અંદાજમાં જોગણ તરીકે નજર આવી રહી છે. આ ફિલ્મમાં યૂલિયા શ્રી કૃષ્ણની ભક્ત મીરાબાઈની ભૂમિકામાં નજર આવશે.

(6:48 pm IST)