Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

વિપુલ શાહ ઉપર એલ્નાજ નોરોજીના ગંભીર આરોપો

કિસ કરવા-સ્પર્શ કરવાના પ્રયાસ કરતા હતાઃ મી ટુ અભિયાન હેઠળ નિર્દેશક વિપુલ શાહ ઉપર ગંભીર આરોપો મુકી ઇરાની મોડલ એલ્નાજે તમામને ચોંકાવ્યા

મુંબઇ, તા. ૨૧: મી ટુ અભિયાન હેઠળ એકપછી એત મોડલ અને ટોપની અભિનેત્રીઓ સતત પોતાના કડવા અનુભવ રજૂ કરી રહી છે. બોલિવડના અનેક નિર્માતા નિર્દેશકો આ અભિયાન હેઠળ સકંજામાં આવી ચુક્યા છે. બોલિવુડના ટોપના લોકો ગંભીર પ્રકારના જાતિય સતામણના આરોપોનો સામનો કરી રહ્યા છે. આ યાદીમાં હવે વિપુલ શાહનુ નામ પણ જોડાઇ ગયુ છે. ઇરાની અભિનેત્રી અને મોડલ એલ્નાજ નોરોજીએ નિર્દેશક વિપુલ  શાહ પર આરોપ મુકતા કહ્યુ છે કે વિપુલ શાહ તેને વારંવાર કિસ કરવા અને સ્પર્શ કરવા માટેના પ્રયાસ કરતા હતા. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો એન્લાજ નોરૌજીએ મોટો ખુલાસો કરતા કહ્ય છે કે વિપુલ શાહ તેને નમસ્તે લંડનમાં લેનાર હતા. એલ્નાજના મેનેજરે કહ્યુ છે કે વિપુલ  તેમને સેકન્ડ લીડ રોલમાં લેવાની વિચારણા કરી રહ્યા હતા.પહેલા આ ઓફર જેક્લીનને આપવામાં આવી હતી. જો કે જેક્લને ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. મુલાકાત થયા બાદ વિપુલે એન્લાજ સાથે આ પ્રકારે વાતચીત કરી હતી જેમ કે તેઓ ફિલ્મમાં લેવા માટે તૈયાર છે. વિપુલે કહ્યુ હતુ કે આના માટે હવે માત્ર લુક ટેસ્ટ આપવાની જરૂર છે. સાથે સાથે પેપર સાઇન કરવાના રહેશે. થોડાક દિવસ તેના ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર હની ત્રેહાન દ્વારા ઓડિશન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અભિનેત્રીએ કહ્યુ હતુ કે આ ગાળા દરમિયાન તેને અનુભવ થયો હતો કે કાસ્ટિંગ ડાયરેક્ટરને ઓડિશન મામલે કહેવામાં આવ્યુ ન હતુ. આ ગાળા દરમિયાન તેમને કહ્યુ હતુ કે વિગત તેની પાસે નથી. ત્યારબાદ વિપુલ શાહે તેમનો સંપર્ક કર્યો હતો. ઓફિસમાં મળવા માટે વાત કરી હતી. આ  ગાળા દરમિયાન કહેવામાં આવ્યુ હતુ કે તેઓ ટુંક સમયમાં જ એલ્નાજની સાથે પેપર સાઇન કરનાર છે. જ્યારે તે જવા લાગી હતી ત્યારે વિપુલે તેની બિલકુલ નજીક સુધી પહોંચીને ગાલ પર કિસ કરી લીધી હતી. આ મિટિંગ બાદ એલ્નાજે પોતાના મેનેજરને કહ્યુ હતુ કે વિપુલ તેમને ફિલ્મમાં લેવા માટે ગંભીર છે. તે વારંવાર ફિલ્મને લઇને પુછવા લાગી ગઇ હત. પરંતુ મેનેજરે કહ્યુ હતુ કે નિર્દેશન તેનો સંપર્ક કરી કર્યો નથી. અલ્નાજે કહ્યુ હતુ કે વિપુલ શાહે બીજી વખત ઓડિશન લેવાની વાત કરી હતી. વારંવાર ઓડિશન આપીને એલ્નાજને એમ લાગી રહ્યુ હતુ કે તે દુનિયાની સૌથી ખરાબ અભિનેત્રી છે. તેને મોડેથી લાગ્ય  હતુ કે વિપુલ તેને વારંવાર બોલાવવા માટે આ તરીકો અજમાવી રહ્યા છે. વિપુલ શાહની બાબત પણ વે મિડિયાની સામે આવતા તેમની તકલીફ  વધી ગઇ છે.બોલિવુડના તમામ ટોપના નિર્માતા નિર્દેશકો મી ટુ અભિયાન હેઠળ ફસાઇ રહ્યા છે.

 

(12:37 pm IST)
  • ભરૂચ:અંકલેશ્વરના સંજલી ગામે ખેતરમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો :મૃતકના શરીર પર લાકડીના મારથી બનેલ ઇજાઓના નિશાન ;મૃતકની ઓળખ મેળવવા તજવીજ access_time 9:40 pm IST

  • પોરબંદરો : ર૪ કલાકમાં બાઇક સળગાવાની બીજી ઘટના ઘટી: આજે રાત્રે ૧૧ વાગેની આસપાસ કોઇ અજાણ્‍યા ઇસમે સત્‍યનારાયણ મંદિર પાસે જીમની નજીક પડેલ બાઇક સળગાવેલ હોય કોઇની નજર પડતા પાણીથી આગ ઠારી નાખતા મોટી જાનહાની અટકી છે. access_time 11:55 pm IST

  • અમદાવાદ :શિક્ષણ બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહ,વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર :માર્ચ 2019ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરાશે,:22 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે:સંસ્કૃત માધ્યમ,જેલના કેદીઓએ ઓફલાઇન ફોર્મ ભરવાનું રહેશે. access_time 7:38 pm IST