Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ફેબલુક મેગેઝિનના કવર પેજ પર જોવા મળી કાજલ અગ્રવાલ

મુંબઈ: કાજલ અગ્રવાલે તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં પોતાની કારકિર્દીની સારી રીતે સ્થાપિત કરી દીધી છે. સાઉથમાં તેની ફેન ફોલોઇંગ ખૂબ મોટી છે. કાજલ ફેબલુક મેગેઝિનના કવર પેજ પર જોવા મળી હતી.તેના ચાહકો સાથે કવર પેજ શેર કરતાં કાજલે લખ્યું, "ફેબલુક મેગેઝિન માટે શૂટ કરાવ્યું." કવર પેજ પર તે ખૂબ સુંદર અને અદભૂત દેખાઈ રહી છે. તેની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે. તે આછા જાંબલી ગાઉનમાં રાજકુમારીથી ઓછી દેખાતી નથી.

(4:21 pm IST)