Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

રૂબીના દિલાઇક,એક નવી શરૂઆત

ટીવી અભિનેત્રી રૂબીના દિલાઇક બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. તેની પહેલી ફિલ્મ અર્ધ આવી રહી છે. આ ફિલ્મનું શુટીંગ ચાલુ થઇ ગયું છે. રૂબનાનો આ ફિલ્મનો પહેલો લૂક પણ સામે આવી ગયો છે. પોસ્ટરમાં રૂબીનાનો ચહેરો દેખાતો નથી, પણ જોતાં લાગે છે કે આ જબરદસ્ત રોલ હશે. રૂબીના સફેદ સાડી અને વાળમાં ગજરા સાથે જોવા મળી છે. પોસ્ટરમાં મુંબઇનો ગેટવે ઓફ ઇન્ડિયા, હોટેલ તાજ મહેલ અને મુંબઇ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન, સિધ્ધી વિનાયક મંદિર અને મરીન ડ્રાઇવ પર જોવા મળે છે. પોસ્ટર જોતાં લાગે છે કે આ ફિલ્મની સમગ્ર કહાની મુંબઇ પર આધારીત હશે. રૂબીનાએ પોસ્ટર શેર કરીને લખ્યું છે કે-એક નવી શરૂઆત. રૂબીનાને તેના અનેક ચાહકો સતત અભિનંદન આપી રહ્યા છે. ફિલ્મમાં રૂબીના સાથે હિતેન તેજવાણી તથા રાજપાલ યાદવ પણ મુખ્ય ભુમિકામાં છે. ગાયક પલાશ મુછાલ આ ફિલ્મથી નિર્દેશક તરીકે એન્ટ્રી કરી રહ્યા છે.

(10:05 am IST)