Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

દિવાળી પર નવા શો સાથે કમબેક કરશે કપિલ

ટીવી પરદેથી અચાનક ગાયબ થઇ ગયેલા કપિલ શર્માની તાજેતરની શરીર વધી ગયેલી તસ્‍વીરો જોઇ તેના ચાહકો ચોંકી ગયા હતાં. પણ હવે કપિલ ફરીથી દર્શકોને હસાવવાની તૈયારી કરી રહ્યો છે. ટીવીનો લાફટર કિંગ કપિલ દિવાળી પર નવા શો સાથે દર્શકો સામે આવે તેવી પુરી શક્‍યતા છે. કપિલના અંતરંગ વર્તુળો કહે છે કે કપિલ નવા શો માટે ભરપુર તૈયારી કરી રહ્યો છે. થોડા સમય પહેલા ખુબ વજન વધી ગયેલી કપિલની તસ્‍વીરો વાયરલ થઇ હતી ત્‍યારે દર્શકોએ તે જલ્‍દીથી ફરી ફીટ થઇ જાય તેવી પ્રાર્થનાઓ પણ કરી હતી. કપિલનો નવો ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્મા ચાલુ થયાના થોડા જ દિવસમાં બંધ થઇ ગયો હતો. દર્શકોને હસાવવામાં તે સફળ રહ્યો નહોતો. તેની ફિલ્‍મ પણ ફલોપ નિવડી હતી. તે કેટલાક વિવાદને કારણે પણ ચર્ચામાં રહ્યો હતો. હવે ફરીથી નવા શો સાથે ઝડપથી આવે તેવી આશા છે.

(10:36 am IST)