Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

દિપીકાને લઇ ફિલ્‍મ બનાવવા મેઘનાની તૈયારી

દિપીકા પાદુકોણ હાલમાં ફિલ્‍મોમાં ઓછુ અને રોમાન્‍સ તરફ વધુ ધ્‍યાન આપી રહી છે. રણવીર સિંહ સાથે તે લગ્નની તારીખ ફિક્‍સ કરવામાં વ્‍યસ્‍ત છે અને નિર્માતાઓ તરફ વધુ ધ્‍યાન આપી રહી નથી. અનેક નિર્માતા દિપીકાને સાઇન કરવા રાહ જોઇને ઉભા છે. ત્‍યાં દિપીકાએ મેઘના ગુલઝારની એક ફિલ્‍મ કરવાની હા કહી દીધી છે. મેઘનાએ અગાઉ બનાવેલી ફિલ્‍મો તલવાર' અને રાઝી'એ દર્શકો અને વિવેચકોને ખુભ પ્રભાવીત કર્યા હતાં. આ ફિલ્‍મોએ બોક્‍સ ઓફિસ પર સારી કમાણી પણ કરી હતી. હવે દિપીકાને લઇને મેઘના એક ફિલ્‍મ બનાવવાની છે. જો કે હાલમાં સ્‍ક્રિપ્‍ટ કે કહાની વિશે વધુ વિગતો બહાર આવી નથી. શ્રીદેવીની જ એક હિટ ફિલ્‍મની રિમેક હોવાની ચર્ચા છે. કદાચ આ થ્રિલર ફિલ્‍મ હોઇ શકે. મેઘનાને આવા વિષયો વધુ પસંદ છે. 

 

(10:34 am IST)
  • સુરેન્દ્રનગર નર્મદા વિભાગે આપેલી સિંચાઈ માટેની પાણીની ભૂગર્ભ લાઈનો તૂટી:ખેડૂતોનાં ખેતરો પાણી ભરાયા: નર્મદા સિંચાઈનું પાણી ખેડૂતોનાં ખેતર જતા પાકને નુકશાન:લખતર તાલુકાનાં ભાલાળા ગામના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા:સિંચાઈનું પાણી વેડફાયું ખેડૂતો કરી સિંચાઈ વિભાગના જાણ : તંત્ર નથી ફરક્યું access_time 10:45 pm IST

  • ગીરના જંગલમાં 6 બાળ સિંહ, 3 માદા સિંહણ, 1 નર સિંહ અને 1 વણ ઓળખાયેલ સિંહના મોત:3 બાળ સિંહો ના ઈનફાઈટ માં, 3 ના સારવાર દરમિયાન, 2 બીમારી થી અને 3 ના ફેફસાં માં સંક્રમણના કારણે મોત access_time 10:16 pm IST

  • રાજકોટ :ચાર દર્દીઓના સ્વાઈન ફલૂ રિપોર્ટ પોઝિટિવ:વધુ 4 મહિલાઓ ને સ્વાઈન ફલૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો:રાજકોટ જિલ્લા ના મોટામૌવા, ઉપલેટા, ગિરસોમનાથ જિલ્લાના વેરાવળ તેમજ જૂનાગઢ ના વાડી વિસ્તારમાં રહેતા મહિલાને સ્વાઈન ફલૂ:ચારેય દર્દીઓ રાજકોટ ની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે access_time 10:44 pm IST