Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

'Sye Raa Narasimha Reddy' નું રોમાંચક ટીઝર થયું લોન્ચ

મુંબઈ: તેલુગુ સ્ટારર ફિલ્મ 'સેરા નરસિમ્હા રેડ્ડી' બહુ જલ્દી રિલીઝ થશે, એમ મેકર્સએ માહિતી આપી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ મોટા બજેટ ફિલ્મ 2 ઓક્ટોબરના રોજ રીલિઝ થશે. પરંતુ હાલમાં જ આ ફિલ્મનું પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યું છે.આ પછી, ફિલ્મનું ટીઝર તાજેતરમાં રિલીઝ થયું છે. રિલીઝ થયેલા ટીઝરમાં તમે જોઈ શકો છો કે ચિરંજીવી એક યોદ્ધાની ભૂમિકામાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ સ્વાતંત્ર્ય સેનાની યલવારા નરસિંહ રેડ્ડીના જીવનચરિત્ર પર આધારિત છે.આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ડો. ચિરંજીવી, રવિ કિશન, નયનતારા, કીચા સુદીપ, વિજય શેઠુપતિ, જગપતિ બાબુ, તમન્નાહ ભાટિયા અને નિહારિકા છે.

(5:17 pm IST)