Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

અજયની નવી ફિલ્મનું શુટીંગ શરૂ

બોલીવૂડમાં અનેક બાયોપિક બની છે અને મોટા ભાગની સુપરહિટ પણ નિવડી છે. અજય દેવગણ હવે ફૂટબોલ કોચના જીવન પરની ફિલ્મ કરી રહ્યો છે. 'મૈદાન' નામની આ ફિલ્મનું શુટીંગ શરૂ થઇ ગયું છે. ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહિમનો રોલ અજય દેવગણ નિભાવી રહ્યો છે. આ ફિલ્મનું પોસ્ટર પણ અજયએ સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યુ છે. ૧૯૫૨ થી ૧૯૬૨ એમ દસ વર્ષ સુધી ભારતીય ફૂટબોલની સફર આ ફિલ્મમાં દેખાડવામાં આવશે. એ વખતે ભારતીય ફૂટબોલ ટીમ માટે સોનેરી દિવસો હતાં. રહિમના નેતૃત્વમાં ટીમ ૧૯૫૬ના ઓલ્મપિકસમાં સેમીફાઇનલ સુધી પહોંચી હતી. અજય સાથે આ ફિલ્મમાં સાઉથની અજય ૬૦ વર્ષની ઉમરના પાત્રમાં પણ જોવા મળશે. અભિનેત્રી કિર્તી સુરેશ મુખ્ય રોલમાં છે. બોની કપૂર, આકાશ ચાવલા અને અરૂણાવા જોય સેનગુપ્તા આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. નિર્દેશન બધાઇ હો ફેઇમ અમિત રવિન્દ્રનાથનું છે.

(10:27 am IST)