Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

નમસ્તે ઈંગ્લેન્ડનું નવું પોસ્ટર આવ્યું સામે

મુંબઈ:બોલીવુડ અભિનેતા અર્જુન કપુર અને અભિનેત્રી પરિણીતી ચોપરાની ફિલ્મ નમસ્તે ઈંગ્લેન્ડનુ નવુ પોસ્ટર ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રોજ જાહેર કરવામાં આવ્યુ હતું. જોકે, ફિલ્મના આ પોસ્ટરને લઈ ભારે વિવાદ સર્જાયો હતો. આ પોસ્ટરમાં બેકગ્રાઉન્ડમાં ભારતનો જે નક્શો દર્શાવાયો હતો તે ખોટો હતો, જેને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારે ફિલ્મના પોસ્ટરના ભારે વિવાદ બાદ પોસ્ટર બદલી દેવાયુ છે.નવુ પોસ્ટર પરિણીતી ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યુ છે અને જેમાં ભારતનો નક્શો સાચો દર્શાવાયો છે. પરિણીતી ઉપરાંત આ પોસ્ટરને અર્જુન કપુરે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યુ છે. આપને જણાવી દઈએ કે, આ પહેલા ૧૫મી ઓગસ્ટ જે પોસ્ટર જાહેર કરાયુ હતું તેમાં ભારતના નક્શામાંથી જમ્મુ-કાશ્મીરનુ અક્સાઈ ચીનવાળો ભાગ ગાયબ હતો.આપને જણાવી દઈએ કે, ભારતીય કાયદા મુજબ ભારતનો ખોટો નક્શો બનાવવા કે દેખાડવા પર નેશનલ મેપ પોલીસી (૨૦૦૫)નો ઉલ્લંઘન છે. આ ઉપરાંત આ ક્રિમીનલ લો એમેંડમેંટ એક્ટ ૧૯૬૧ અંતર્ગત ગંભીર ગુનો પણ ગણવામાં આવે છે. મહત્વનુ છે કે ફિલ્મ નમસ્તે ઈંગ્લેન્ડ એ વર્ષ ૨૦૦૭માં આવેલ ફિલ્મ નમસ્તે લંડનની સિક્વલ છે.

(5:04 pm IST)