Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ફિલ્મ ભારત છૂટી જવાનો જેકલીનને અફસોસ

મુંબઈ:સુપર સ્ટાર સલમાન ખાનની બે ત્રણ ફિલ્મોમાં ચમકી ગયેલી શ્રી લંકન બ્યૂટી જેક્લીન ફરનાન્ડિસ આજકાલ મોં ફૂલાવીને ફરે છે એવી જાણકારી મળી હતી.સલમાનની કીક અને રેસ થ્રીમાં ચમકેલી જેક્લીનને અલી અબ્બાસ ઝફરની ભારત ફિલ્મમાં વધુ એકવાર સલમાન સાથે ચમકવાની ઇચ્છા હતી. પ્રિયંકા ચોપરાએ છેલ્લી ઘડીએ ના પાડી  ત્યારે જેક્લીને પોતાના તરફથી આ ફિલ્મ મેળવવાના ભરપુર પ્રયાસો કર્યા હતા. પહેલાં આડકતરા ફીલર્સ મોકલ્યા અને પછી સામે ચાલીને ફિલ્મ કરવાની ઇચ્છા વ્યક્ત કરી પરંતુ સલમાન ખાને કેટરિના કૈફ પર પસંદગી ઉતારી. એટલે જેક્લીન અકળાઇ ગઇ અને મોં ફૂલાવીને ફરતી થઇ ગઇ. એક સૂત્રે પોતાની ઓળખ છૂપાવતાં કહ્યું, જેક્લીન કેટલેક અંશે સલમાન ખાન અંગે પઝેસિવ છે. એ એમ સમજે છે કે સલમાન પર મારો એકલીનો હક છે. હવે ભારત ફિલ્મમાં કેટરિનાના પ્રવેશથી જેક્લીન ગુસ્સે થઇ હતી. એની મનોવૃત્તિ એવી હતી કે મને ન મળે તો કેટરિનાને પણ  આ ફિલ્મ ન મળવી જોઇએ.સલમાન ખાનની લેટેસ્ટ દબંગ ટુરથી આ બંને અભિનેત્રીની આંખો વઢે છે. દેશ વિદેશની ટુરમાં તો સલમાન ખાનના ડરથી આ બંને પોતાની નારાજગી છૂપાવીને ફરતી હતી. હવે એ ટુર પૂરી થઇ ચૂકી છે પરંતુ આ બંનેની નારાજી હજુ ચાલુ છે

(5:03 pm IST)