Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

10 વર્ષ પછી બનશે ફિલ્મ બન્ટી ઓર બબલીની સિક્વલ

મુંબઈ:અભિષેક બચ્ચન અને રાની મુખરજી ચોપરા અભિનીત ફિલ્મ બંટી ર બબલીની સિકવલ લગભગ દસ વર્ષ બાદ બની રહી છે. દસ વર્ષ બાદ અભિષેક રાની સાથે સિલ્વર સ્ક્રીન શેયર કરશે. ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ શરૂ થઈ ગયું છે. અભિનેતા અભિષેક બચ્ચન લગભગ બે વર્ષના લાંબા બ્રેક બાદ ફિલ્મ મનમર્ઝિયાંથી ફિલ્મોમાં કમબેક કરી રહ્યો છે. અભિષેક આ ફિલ્મમાં તાપસી પન્નુ અને વિકી કૌશલ સાથે પહેલીવાર સિલ્વર સ્ક્રીન શેયર કરવાનો છે. આ ઉપરાંત અનુરાગ કશ્યપની આગામી ફિલ્મ ગુલાબ જામુનમાં પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન સાથે અભિષેક બચ્ચન લાંબા સમય બાદ સિલ્વર સ્ક્રીન પર દર્શકોને આવતા વર્ષે જોવા મળશે.

(5:03 pm IST)