Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ધૂમ-4માં સલમાન ખાનનું પત્તુ પૂર્વ ગર્લફ્રેન્ડના પતિના લીધે કપાયું

મુંબઈ:યશરાજ બેનરની હિટ ફિલ્મ સીરીઝ ‘ધૂમ’ દરેક વખતે લોકોમાં ચર્ચા જગાવે છે. હવે આ ફિલ્મની ત્રણ સીરીઝ આવી ચુકી છે અને માનવામાં આવે છે કે આનો ચોથો પાર્ટ ‘ધૂમ-4’ પણ જલદી બૉક્સ ઑફિસ પર આવશે. કેટલાક દિવસો પહેલા સમાચાર હતા કે ‘ધૂમ-4’માં સલમાન ખાન ચોરનું પાત્ર ભજવશે. સલમાનની સાથે સાથે રણવીર સિંહનું નામ પણ ‘ધૂમ-4’ સાથે જોડવામાં આવ્યું હતુ. ફિલ્મ નિર્માતાઓએ સલમાન ખાનની જગ્યાએ હવે શાહરૂખ ખાન અને રણબીર કપૂરને લેવાનો નિર્ણય કર્યો છે.એટલું જ નહીં સમાચાર તો એવા હતા કે ‘ધૂમ-4’માં સલમાન ખાન ઇચ્છતો હતો કે અભિષેક બચ્ચનને ના લેવામાં આવે. ઉલ્લેખનીય છે કે ‘ધૂમ’ સીરીઝમાં ચોર બદલાતા રહ્યા છે પરંતુ પોલીસનું મહત્વનું પાત્ર તો અભિષેક જ નિભાવતો આવ્યો છે.વિજય કૃષ્ણ આચાર્ય પહેલા ‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’ પૂર્ણ કરશે અને ત્યારબાદ ‘ધૂમ-4’ પર કામ કરશે. ‘ધૂમ-4’નું શૂટિંગ શાહરૂખની ફિલ્મ ‘ઝીરો’નાં શૂટિંગ બાદ શરૂ કરવામાં આવશે. ફિલ્મ દુબઈમાં પણ શૂટ કરવામાં આવશે.

(5:02 pm IST)