Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

નાનકડા મોનીટરને બદલે નવો જ પ્રયોગ કરતું યશરાજ ફિલ્મ્સ થિએટરના પરદા પર ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'નું એડિટીંગ

મુંબઇ તા. ૨૧: યશરાજ ફિલ્મ્સ બેનર 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' દ્વારા એવી ફિલ્મ રજૂ કરવામં આવી રહી છે જે ભારતમાં આજ સુધી બની નથી. ફિલ્મમાં અદ્દભુત દ્રશ્યો અને સિનેમાના અનુભવોનો નિચોડ જોતાં ભારતીયો ગર્વ કરી શકે તેમ હોવાનું નિર્માતા કહે છે. આ ફિલ્મમાં હિન્દી સિનેમાની બે મહાન વ્યકિતઓ અમિતાભ બચ્ચન અને આમિર ખાન પહેલી જ વખત મોટા પરદે સાથે જોવા મળવાના છે. દિવાળી પર આ ફિલ્મ રિલીઝ થવાની છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મ થકી એડિટિંગના નિયમોમાં ફેરબદલ કરાયો છે અને આ ફિલ્મને પ્રિવ્યુ થિએટરમાં એડિટ  કરવામાં આવી રહી છે!

પ્રોડકશનથી જોડાયેલા સુત્રો કહે છે કે આમિર, આદિ અને નિર્દેશક ભારતના દર્શકોને અત્યાર સુધીનો સોૈથી મોટો દ્રશ્ય અનુભવ કરાવવા ઇચ્છે છે અને મોટા પરદા પર રૃંવાડા ઉભા કરી દે તેવો અનુભવ રજૂ કરવા કોઇ કસર છોડવા ઇચ્છતા નથી. ફિલ્મને વાઇઆરએફના મોટા પ્રિવ્યુ થિએટરમાં એડિટ કરવામાં આવી રહી છે. જેથી કરીને એ અંદાજ લગાવી શકાય કે ફૂટેજ મોટા પરદે કેવા દેખાઇ રહ્યા છે? યશરાજ ફિલ્મ્સ દ્વારા આ લોજિકલ પગલુ ભરાયું છે. મોટે ભાગે નાનકડા મોનિટર પર ફિલ્મનું એડિટીંગ થતું હોય છે. પણ અહિ થિએટરના પરદાના ઉપયોગથી એડિટીંગ કરાઇ રહ્યું છે.

નિર્દેશક વિજય કૃષ્ણ આચાર્યના કહેવા મુજબ ફિલ્મના એડિટીંગના મિકેનિકસને બદલી દેવાયા છે. આ ફિલ્મ ફેન્ટસી એડવેન્ચરથી ભરપુર છે. જેની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

(3:50 pm IST)