Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

મોટી ફિલ્મો સામે 'જિનીયસ' કેવું જોર દેખાડી શકશે?

ગદ્દર ફેઇમ નિર્દેશક અનિલ શર્મા તેના પુત્ર ઉત્કર્ષને બોલીવૂડમાં 'જિનીયસ' નામની ફિલ્મથી લાવી રહ્યા છે. આ શુક્રવારથી જ જિનીયસ રિલીઝ થઇ રહી છે. જો કે અક્ષય કુમારની ગોલ્ડ, જોનની સત્યમ્ેવ જયતે તથા સોનાક્ષી સિન્હા અને ડાયેના પેન્ટીની હેપ્પી ફીર ભાગ જાયેગી જેવી મોટી ફિલ્મો સામે આ નવા કલાકારની  ફિલ્મ કેવું જોર બતાવશે તે વિશે ચર્ચાઓ થઇ રહી છે. ગોલ્ડ અને સત્યમેવ જયતે રિલીઝ થઇ ચુકી છે. હેપ્પી ફીર ભાગ જાયેગી જિનીયસની સાથે જ આવી રહી છે. હેપ્પી ફિર ભાગ જાયેગી કોમેડી ફિલ્મ છે. તેની સાથે જિનીયસની ખાસ ટક્કર થશે. અનિલના દિકરા ઉત્કર્ષની ફિલ્મમાં રોમાન્સ, એકશન એવો બધો જ મસાલો છે. ઉત્કર્ષએ ગદ્દરમાં સની દેઓલ અને અમિષા પટેલના દિકરાની ભુમિકા ભજવી હતી. ૩૧મીએ યમલા પગલા દિવાના-ફીર સે પણ આવી રહી છે.

(9:13 am IST)
  • દ્વારકા હેરોઇન સ્મગલિંગ કેસમાં નવા ધડાકા: સમુદ્ર માર્ગે ભારતમાં ૩૦૦ કરોડનું હેરોઇન ઘુસાડવામાં આવ્યું. access_time 10:03 pm IST

  • મહારાષ્ટ્રમાં સામાજિક કાર્યકર નરેન્દ્ર દાભોલકર હત્યા કેસ મામલે એટીએસ દ્વારા શિવસેનાના પૂર્વ કોર્પોરેટર શ્રીકાંત પન્ગારકરની ધરપકડ : એટીએસ શ્રીકાંતની ધરપકડ બાદ તેને લઈને કોર્ટ પહોંચી : કોર્ટે શ્રીકાંતને 28 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલી આપ્યો છે. access_time 12:51 am IST

  • લાલજી પટેલની સજા ઉપર હાઈકોર્ટ દ્વારા સ્ટે : વીસનગરમાં કોર્પોરેટરના ઘરે થયેલ તોડફોડ પ્રકરણમાં લાલજી પટેલની સજા ઉપર હાઈકોર્ટે સ્ટે આપી દેતા લાલજી પટેલને હવે જેલમાં નહી જવુ પડે access_time 4:45 pm IST