Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

દંગલ પછી સાન્યાની બીજી ફિલ્મ પટાખા

વિશાલની કોમેડી-ડ્રામા ફિલ્મમાં સાન્યા અને રાધિકા મદાનની જબરદસ્ત લડાઇ જોવા મળશે. આમિર ખાનની ફિલ્મ દંગલમાં બબીતાનો રોલ નિભાવનારી સાન્યાની ત્યાર પછીની આ બીજી ફિલ્મ છે. આમિર ખાને પણ સાન્યાને આ ફિલ્મ માટે શુભેચ્છા પાઠવી છે. પ્રિયંકા ચોપડાએ પણ સાન્યાની આ ફિલ્મના પોસ્ટરને પોસ્ટ કરી લખ્યું છે કે વિશાલ સરની આ ફિલ્મની હું લાંબા સમયથી રાહ જોઇ રહી હતી. તેણે વિશાલને પણ શુભકામના પાઠવતાં કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે આ ફિલ્મ બધાને ખુબ ગમવાની છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે અને લોકોને ખુબ ગમી રહ્યું છે. સાન્યા સાથે રાધિકા ઉપરાંત સુનિલ ગ્રોવર, વિજય રાજ મહત્યના રોલમાં છે. કોમેડી-ડ્રામાથી ભરપુર આ ફિલ્મમાં વિશાલ ભારદ્વાજ અલગ જ કહાની લઇને આવ્યા છે. ૨૮મી સપ્ટેમ્બરે આ ફિલ્મ આવશે. વરૂણ અને અનુષ્કાની સુઇ-ધાગા પણ આ દિવસે રિલીઝ થશે.

(9:13 am IST)
  • મહારાષ્ટ્રમાં સામાજિક કાર્યકર નરેન્દ્ર દાભોલકર હત્યા કેસ મામલે એટીએસ દ્વારા શિવસેનાના પૂર્વ કોર્પોરેટર શ્રીકાંત પન્ગારકરની ધરપકડ : એટીએસ શ્રીકાંતની ધરપકડ બાદ તેને લઈને કોર્ટ પહોંચી : કોર્ટે શ્રીકાંતને 28 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલી આપ્યો છે. access_time 12:51 am IST

  • અમરનાથ યાત્રાને ત્રણ દિન માટે સસ્પેન્ડ રાખવા નિર્ણય : ઇદ તહેવાર અને અન્ય કારણોસર નિર્ણય કરાયો : શ્રધ્ધાળુઓની સંખ્યા પણ સતત ઘટી : સોમવારના દિવસે માત્ર ૪૩ યાત્રી દર્શન કરવા માટે રવાના કરાયા access_time 4:04 pm IST

  • અભિનેતા ફરહાન અખ્તરની તસ્વીરને ટોચના એથ્લીટ મિલ્ખાસિંહ તરીકે દર્શાવનાર પુસ્તક રાજ્ય સરકારે પ્રકાશિત કર્યું નથી અને નથી એ કોઈ પાઠ્ય પુસ્તકનો હિસ્સો :ફરહાન અખ્તરને મિલ્ખાસિંહ તરીકે બતાવનાર પુસ્તક મામલે પશ્ચિમ બંગાળના શિક્ષણમંત્રી પાર્થ ચેટર્જીનો ખુલાસો access_time 12:48 am IST