Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

તેજસ્વીએ શો છોડી દીધો

રિયાલીટી શો ખતરો કે ખિલાડી-૧૦ હવે અંતિમ તબક્કામાં પહોંચી રહ્યો છે. ગયા અઠવાડીયાના એપિસોડ ખુબ રોમાંચક રહ્યા હતાં. સેમી ફાઇનલમાં ચાર સ્પર્ધકો બલરાજ, કરણ પટેલ, કરિશ્મા તન્ના અને ધર્મેશ સામેલ છે. જ્યારે સેમી ફાઇનલની નજીક આવીને બે સ્પર્ધકો બહાર નીકળી ગયા હતાં. છેલ્લે દોસ્તી સ્પેશીયલ સેગમેન્ટમાં સ્પર્ધકોએ પોતાના મિત્રો સાથે સ્ટંટ કરવાના હતાં. શિવિન નારંગ એલિમિનેટ થઇ ગયો હતો જ્યારે અભિનેત્રી તેજસ્વી પ્રકાશ ખરાબ તબિયત અને આંખમાં થયેલી ઇજાને કારણે  શો છોડીને નીકળી ગઇ હતી. શાલીન ભનોટ અને બલરાજ સયાલે દોસ્તી સ્પેશિયલ સેગમેન્ટમાં સ્ટંટ કર્યા હતાં. શિવિનને કાર સાથે સ્ટંટ કરવાનો હતો. પણ ભુલ કરી બેસતાં બહાર નીકળી જવું પડ્યું હતું. તેજસ્વીએ જાતે જ શો છોડી દીધો હતી. પાણીના સ્ટંટ વખતે આંખમાં ઇજા થઇ હતી.  આમ છતાં તેણે બે સ્ટંટ કર્યા હતાં. પણ તબિયત વધુ બગડતાં શો છોડવો પડ્યો હતો. ડોકટરોએ તેને આરામની સલાહ આપી હતી. 

 

(10:13 am IST)