Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

હવે પુનમ કોઇ પણ કિંમતે ફિલ્મ મેળવી લેવા સજ્જ

હોટ- સેક્સી સ્ટાર તરીકેની છાપ જાળવવા તૈયારઃ સોશિયલ મિડિયામાં સતત ચર્ચામાં રહેવા માટે ઇચ્છુક

મુંબઇ,તા. ૨૧: પુનમ પાન્ડે  કોઇ પણ કિંમતે ફિલ્મ મેળવી લેવા માટે સજ્જ દેખાઇ રહી છે. આના માટે પ્રયાસ પણ કરી રહી છે. તે સોશિયલ મિડિયા પર સતત સક્રિય રહે છે. સેક્સી એન્ડ હોટ તરીકેની છાપ ધરાવતી પુનમ પાન્ડે આશાસ્પદ દેખાઇ રહી છે.  પુનમ પાન્ડે સોશિયલ મિડિયા પર મોટા ભાગે છવાયેલી રહે છે. સોશિયલ મિડિયા પર સેક્સી અને બોલ્ડ ફોટાઓના કારણે હમેંશા ચર્ચામાં રહેલી પુનમ પાન્ડેને લાંબા ગાળા બાદ ફિલ્મ મળી છે. પુનમ પાન્ડે સાથે ફિલ્મમાં કામ કર્યા બાદ શક્તિકપુરે પોતાના અનુભવ અંગે વાત કરતા કહ્યુ છે કે પુનમ સાથે રોલ કરતી વેળા તે નર્વસ થઇ ગયો હતો. શક્તિકપુર હાલમાં પોતાની નવી ફિલ્મ ધ જર્ની ઓફ કર્મા નામની ફિલ્મના પ્રમોશનને લઇને વ્યસ્ત રહી હતી. ફિલ્મના ટીજર લોંચ કરવામાં આવ્યા બાદ શક્તિકપુરે ફિલ્મના સંબંધમાં વાત કરી હતી.  પુનમ પાન્ડે વિતેલા વર્ષોમાં પણ વિવાદમાં રહી છે. તેના કેટલાક ફોટોના કારણે ચર્ચામાં રહી છે. પુનમ પાન્ડે ચર્ચામાં રહેવા માટે દરેક પ્રયાસ કરતી રહે છે. આવી સ્થિતીમાં તે ફોટા વાઇરલ કરતી રહે છે. આવી સ્થિતીમાં ચાહકોમાં તે લોકપ્રિય રહી છે. પુનમ પાન્ડેએ હાલમાં નવેસરથી તેના સેક્સી અને બોલ્ડ ફોટાઓ મુકીને ચર્ચા જગાવી દીધી છે. જો કે તેને કોઇ ફિલ્મો હાથ લાગે તેવી શક્યતા ઓછી છે. કારણ કે બોલિવુડમાં નવી સ્ટાર અભિનેત્રીઓ વચ્ચે સીધી સ્પર્ધા છે. સ્ટાર કિડ્સ પાસે સૌથી પહેલા સારી અને મોટા નિર્માતા નિર્દેશકોની ફિલ્મ આવી રહી છે. પુનમ પાન્ડે અન્ય ભાષામાં ફિલ્મો કરવા માટે પણ ઉત્સુક બનેલી છે. તેની ઇમેજ એક મર્યાદામાં રહી ચુકી છે.

(11:40 am IST)
  • જાંસીમાં ATSની મોટી કાર્યવાહી : મોટી માત્રામાં વિસ્ફોટકો ઝડપાયા : ૧૦૦૦ ડેટોનેટ્ર્સ અને ૫ હજાર જીલેટીન સ્ટીક્સ એક વાહનમાંથી બરામદ કરી : આ મામલામાં પોલીસે ૪ લોકોની ધરપકડ કરીને પુછતાજ શરુ કરી : કોઈ મોટા ષડ્યંત્રની આશંકા access_time 12:42 am IST

  • મુંબઇના કોલાબાના અર્ચિત ચેમ્બરમાં લાગી આગ: અનેક લોકો ફસાયા છે : ૪ ફાયર ફાઇટરો ઘટના સ્થળે આગને બુઝાવવા પાણીનો મારો ચલાવી રહ્યા છે access_time 2:26 pm IST

  • ગીર પંથકમાં વરસાદ જામ્યો છે : આજે સવારે ૧૦ આસપાસ ગીર ખોરાસા, ગડુ, માળિયા, ભંડુરી, ચોરવાડ વિગેરે વિસ્તારમાં જોરદાર વરસાદ પડી ગયો (અહેવાલ - સંગીતા પટેલ અને નિન્જા પટેલ) access_time 5:08 pm IST