Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

પાંચ મહિના પછી ગહાના વશિષ્ઠને મળી જામીન: પોર્ન વીડિયો કેસમાં કરવામાં આવી હતી ધરપકડ

મુંબઈ: પોર્ન વિડીયો કેસમાં મુંબઈની ડિંડોશી સેશન્સ કોર્ટે અભિનેત્રી ગહાના વશિષ્ઠને પાંચ મહિના બાદ જામીન આપી દીધા છે. અશ્લીલ વીડિયો શૂટ કરવા અને અપલોડ કરવા બદલ ગહનાની ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી. મીડિયાને માહિતી આપતાં ગેહનાના પીઆર ફ્લાયને કહ્યું કે, પાંચ મહિનાના લાંબા ગાળા પછી ગેહનાને જામીન મળી ગયા છે. કોવિડને કારણે લોકડાઉન થયું હતું, જેના કારણે કોર્ટની કામગીરી પહેલાની જેમ થઈ રહી હતી. તેથી બાબતને બોર્ડમાં લાવવામાં લાંબો સમય લાગ્યો. જોકે, હવે મામલે સુનાવણી થઈ છે.

(5:41 pm IST)