Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ટપુ ઍટલે કે ભવ્ય ગાંધીનું પુરૂ ધ્યાન હવે ગુજરાતી ફિલ્મો તરફઃ બે ફિલ્મોમાં મળ્યો સારો પ્રતિસાદ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલના પુત્ર બનેલા ટપ્પૂ એટલે કે ભવ્ય ગાંધીને લોકોએ ખુબ પસંદ કર્યો હતો, પરંતુ ભવ્યએ શોને 9 વર્ષ બાદ શોને અલવિદા કહ્યુ અને પોતાના કરિયરમાં આગળ વધી ગયો હતો.   

ટીવીના ફેમસ કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ક્યારેક ટપ્પૂની ભૂમિકા ભજવનાર ભવ્ય ગાંધીને કોણ ભૂલી શકે છે. જૂનો ટપ્પૂ ઉર્ફે ભવ્યને ફૂંક મારીને વાળ ઉડાળતો જોવા માટે દર્શકો આતૂર હતા. આજે અમને ભવ્ય ગાંધી વિશે કેટલીક વાતો જણાવીશું.

ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કોઈ જાણીતું થયું હોય તો ટપ્પૂ સેના છે. ભવ્ય ગાંધીએ આઠ વર્ષ સુધી ટપ્પૂ બની દર્શકોનું મનોરંજન કર્યું. તેમણે પોતાની એક્ટિંગથી બધાનું દિલ જીત્યું છે. પરંતુ 9 વર્ષ બાદ અભિનેતાએ શોને છોડવાનો નિર્ણય કર્યો હતો.

ભવ્યનો નિર્ણય તેમના ફેન્સ માટે ચોંકાવનારો હતો. ટપ્પૂ ઉર્ફે ભવ્ય અને તેણે ફિલ્મ કરવાનો પ્લાન કર્યો. શોને અલવિદા કરવાનો નિર્ણય ટપ્પૂએ જ્યારે કર્યો તો ફેન્સ નારાજ તો થયા, પરંતુ જ્યારે તેમણે ગુજરાતી ફિલ્મોમાં આવવાની જાહેરાત બધા માટે સરપ્રાઇઝ હતી.

ભવ્યએ પપ્પા તમને નહીં સમજાય અને બહુ ન વિચાર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. બન્ને ફિલ્મોને ગુજરાતમાં સારો પ્રતિસાદ મળ્યો હતો.

આમ તો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ભવ્ય ગાંધીએ પાછલા વર્ષે સીરિયલ શાદી કે સિયાપે દ્વારા નાના પડદા પર વાપસી કરી હતી, પરંતુ ન તો તે સીરિયલને વધુ પસંદ કરવામાં આવી અને ન ભવ્યના પાત્રને. ભવ્ય આ સમયે પોતાનું પૂરુ ધ્યાન ગુજરાતી ફિલ્મો તરફ લગાવી રહ્યો છે.

(5:16 pm IST)