Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

મા કે બહેનના પાત્રો નથી કરવા કરિશ્માને

અભિનય ક્ષેત્રે સોળ વર્ષથી કાર્યરત ખુબ જ સુંદર એવી અભિનેત્રી કરિશ્મા તન્ના ફિલ્મો અને ટીવી એમ બંને ફિલ્ડમાં સફળ રહી છે. કરિશ્માએ વર્ષ ૨૦૦૫માં ફિલ્મ દોસ્તી-ફ્રેન્ડ્સ ફોરએવરથી અભિનય શરૂ કર્યો હતો. એ પછી પાંચ જેટલી ફિલ્મો કરી છે. પરંતુ તેને ઓળખ ટીવી પરદેથી પ્રાપ્ત થઇ છે. ૨૦૦૧માં કયું કી સાસ ભી કભી બહુ થી શોમાં તે સતત છ વર્ષ સુધી જોડાયેલી રહી હતી. ત્યારબાદ સતત તેણે ટીવ શો, રિયાલીટી શો, ક્રાઇમ શોમાં કામ કરીને પોતાને સક્રિય રાખી છે. હાલમાં વેબસિરીઝનું ચલણ છે. ત્યારે કરિશ્મા પણ ઇચ્છે છે કે તે વેબ સિરીઝ કરે. કરિશ્માને  લૉકડાઉન દરમ્યાન અનેક વેબ સિરીઝની ઓફર આવી હતી. પરંતુ તેના પાત્રો તેને આકર્ષીત કરી શકે તેવા નહોતાં.  કરિશ્મા મા કે બહેનનું પાત્ર ભજવવા નથી માગતી અને તેની ઇચ્છા છે કે તે એવી જ વેબસિરીઝ કરે જેનું સેન્ટર કૅરૅકટર તે પોતે હોય. કરિશ્માને એકતા કપૂરથી લઈને અપલોઝ એન્ટરટેઇનમેન્ટ જેવા મોટા સ્ટુડિયોમાંથી ઓફર આવી હતી. પરંતુ તેણે સાત જેટલી સિરિયલની ઓફર નકારી કાઢી હતી.

(10:04 am IST)