Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

પડકારરૂપ ભુમિકામાં રકુલપ્રિત સિંહ

અભિનેત્રી રકુલપ્રિત સિંહ તાજેતરમાં અર્જૂન કપૂર સાથે સરદાર કા ગ્રાન્ડસન નામની ફિલ્મમાં જોવા મળી હતી. હવે પછી તે એકદમ અલગ અને પડકારરૂપ ભુમિકામાં જોવા મળવાની છે. તેનો આ રોલ એક કોન્ડોમ ટેસ્ટર તરીકેનો હશે.   આ ફિલ્મને રોની સ્ક્રુવાલાની આરએસવીપી મુવીઝ પ્રોડકશન હાઉસ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવનાર છે. ફિલ્મનું નામ હજુ નક્કી નથી થયું. પરંતુ રકુલનું પાત્ર આ ફિલ્મમાં અલગ અને પડકારરૂપ બની રહેશે. આ એક મહિલા પ્રધાન ફિલ્મ હશે. રકુલ આ ફિલ્મ કરવા માટે તૈયાર થઇ ગઇ છે. તે એક સામાજીક કોમેડી ફિલ્મ હશે. આયુષ્યમાન ખુરાના જેવી ફિલ્મો કરે છે તેવી આ ફિલ્મ હશે.ભારતમાં હજી પણ લોકો કોન્ડોમ ખરીદવામાં શરમ અનુભવે છે, તેમજ એના વિશે વાત પણ કરતાં નથી.

આ ફિલ્મ બહુ જ બોલ્ડ બનશે. તેમાં કોમેડીે પણ હશે. રકુલ તેની બે તમિલ અને એક તેલુગુ તથા ત્રણ હિન્દી ફિલ્મો એટેમ, મે ડે અને થેન્ક ગોડનું કામ કરી રહી છે. જેમાં તમિલ અને તેલુગુ ફિલ્મ બનીને તૈયાર થઇ ચુકી છે. એક ફિલ્મ કમલ હાસનની ઇન્ડિયન ૨ પણ છે.

(10:04 am IST)