Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ શરુ કર્યું #DontSayBhangi અભિયાન: શેર કર્યો વિડીયો : અરજી પર સહી કરવા કાર્યો આગ્રહ

રસપ્રદ કોન્સેપ્ટ સાથે દેખાડવામાં આવેલા વીડિયોએ હંગામો મચાવી દીધો

મુંબઈ :બોલીવુડના અભિનેતા આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ 'આર્ટિકલ 15'ના ટ્રેલરની સાથે તેમના દરેક પ્રમોશનલ એક્ટિવિટીને પ્રતિક્રિયા મળી રહી છે. 'આર્ટિકલ 15'ના લીડ એક્ટર આયુષ્યમાને એક નવો વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે પોતાના ફેન્સને #Don'tSayBhangiની અરજી પર સહી કરવાનો આગ્રહ કર્યો છે. અભિનેતાએ આ પ્રકારનો એક વીડિયો શેર કર્યો છે.
   આયુષ્યમાને પોતાના સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતા લખ્યું છે કે, આપણે બધા એક સમાન છીએ અને એ જાણતા હોવા છતા આપણે ભેદભાવ કરીએ છીએ. આપણા દેશનું સંવિધાન પણ તેની મંજૂરી નથી આપતુ. તમે પણ લો શપથ. આજે જ #Don'tSayBhangiની અરજી પર કરો હસ્તાક્ષર.
   જ્યાં એક તરફ આ ઈન્વેસ્ટિગેટિવ ડ્રામાએ અત્યારથી જ દર્શકોને ઉત્સાહિત કરી દીધા છે, તો બીજી તરફ આ વર્ષની બહુપ્તિક્ષીત ફિલ્મ સાબિત થઈ રહી છે. હાલમાં જ આયોજીત એક ઈવેન્ટમાં, રસપ્રદ કોન્સેપ્ટ સાથે દેખાડવામાં આવેલા વીડિયોએ હંગામો મચાવી દીધો હતો

    ફિલ્મ 'આર્ટિકલ 15' લંડન ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલના દસમા સંસ્કરણમાં વર્લ્ડ પ્રિમિયર માટે તૈયાર છે. લંડન ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ દક્ષિણ એશિયાનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે અને આ ઈન્વેસ્ટિગેટિવ ડ્રામા ઓપનિંગ નાઈટ ફિલ્મ હશે. ફિલ્મમાં ઈસા તલવાર, એમ નસાર, મામોઝ પાહવા, સયાની ગુપ્તા, કુમુદ મિશ્રા અને મોહમ્મદ જીશાન અયૂબ પણ જોવા મળશે. 'આર્ટિકલ 15' અનુભવ સિન્હા અને જી સ્ટૂડિયોઝ દ્વારા નિર્દેશિત અને નિર્મિત છે, જે 28 જૂને રિલિઝ માટે તૈયાર છે.

(9:07 pm IST)