Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

તુષાર-મલ્લિકાની હોરર કોમેડી વેબ ફિલ્મ 'બુ સબકી ફટકી'નું ટ્રેલર આવ્યું સામે

મુંબઈ: ટીવી કવિન એકતા કપૂરે એક નવી વેબ સિરીઝ લઈને આવી રહી છે જેનું નામ 'બુ સબકી ફટેગી'  આ વેબ સિરીઝમાં તુષાર અને મલ્લિકા પોતાના ડિજિટલ ડેબ્યુ કરી રહ્યા છે. તાજેતરમાં આ વેબ સિરીઝનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરની શરુઆરથી અંત સુધી અનેક ડાયલોગ સાંભળવા મળે છે જેને સાંભળીને તમે તમારું હાસ્ય રોકી નહીં શકો.આ ફિલ્મમાં હૉરરને કોમેડીના અંદાજમાં રજૂ કરવામાં આવી છે. આ વેબ સિરીઝમાં કોમેડિયન કૃષ્ણા  અભિષેક, કિકુ શારદા, શેફાલી જરીવાલા, સાક્ષી પ્રધાન, શ્વેતા ગુલાટી, અનિલ ચરણજિત અને સંજય મિશ્રા જોવા મળે છે.

 

(5:20 pm IST)