Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ફાઇનલ યર મેડિકલ સ્ટુડન્ટ દિલ દઇ બેસે છે ફર્સ્ટ યર સ્ટુડન્ટને...પણ પછી કહાનીમાં આવે છે ટ્વિસ્ટ

આજથી શાહિદ-કિયારાની લવસ્ટોરી 'કબીર સિંહ' રિલીઝ

રોમાન્ટીક કોમેડી ફિલ્મ 'ફસતે ફસાતે' પણ થઇ રિલીઝઃ ટીવી અભિનેત્રી કરિશ્મા શર્માની વધુ એક ફિલ્મ

આ શુક્રવારથી બે ફિલ્મો 'કબિર સિંહ' અને 'ફસતે ફસાતે' રિલીઝ થઇ છે.

ટી-સિરીઝ બેનર, સિને-વન સ્ટુડિયો તથા નિર્માતા ભુષણ કુમાર, મુરાદ ખેતાણી, કૃષ્ણ કુમાર અને અશ્વિન વર્દે તથા નિર્દેશક સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'કબિરસિંહ'માં સંગીત અમાલ મલિક, વિશાલ મિશ્રા, મિથુન, સંચેત-પરંપરાનું છે. ફિલ્મમાં શાહિદ કપૂર, કિયારા અડવાણી, અરજન બાજવા, સુરેશ ઓબેરોય, નિકીતા દત્તા, સોહમ મજમુદાર, અમિત શર્મા, કૃણાલ ઠાકુર, અનુશા સંપત, સ્વાતિ શેઠ, આંચલ ચોૈહાણ અને ટીના સિંહની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મમાં છથી વધુ ગીતો છે. કહાની જોઇએ તો કબિર સિંહ એ ૨૦૧૭માં આવેલી તેલુગુ ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની હિન્દી રિમેક છે. કબીર સિંહ (શાહિદ કપૂર) ખુબ ગુસ્સાવાળો યુવાન છે, આ કારણે જ તે રોજબરોજ કોઇને કોઇ વિવાદમાં જોડાતો રહે છે. તે ફાઇનલ યર મેડિકલ સ્ટુડન્ટ છે. આ કોલેજમાં તેની સાથે પ્રિતી (કિયારા) પણ છે જે ફર્સ્ટ યર સ્ટુડન્ટ છે.  પ્રિતીને જોતાં જ કબીર તેને પ્રેમ કરવા માંડે છે. તે કોલેજમાં બધાને ધમકાવતો ફરે છે કે પ્રિતી સામે કોઇએ જોવું નહિ, પ્રિતી માત્ર તેની જ છે.

ધીમે-ધીમે પ્રિતીનું દિલ જીતવામાં કબીર સફળ થાય છે. કબીરને એમબીબીએસની ડીગ્રી મળી જાય છે અને તે માસ્ટર ડીગ્રી મેળવવા અભ્યાસ ચાલુ કરે છે. પણ એક દિવસ પ્રિતીના પિતા બંનેને કિસ કરતાં જોઇ જાય છે અને ખુબ જ નારાજ થઇ જાય છે. તે આ બંનેના પ્રેમસંબંધનો વિરોધ કરે છે. પ્રિતીને કબીર છ કલાકનો સમય આપે છે. તે કહે છે કે જો તે પોતાની સાથે નહિ આવે તો સંબંધ ખત્મ કરી દેશે! બીજી તરફ પ્રિતીનો ફોન તેના પરિવારજનો જપ્ત કરી લે છે. માતા-પિતા એવા પ્રયાસો કરે છે કે પ્રિતી કદી પણ કબીરને ન મળે. પરિસ્થિતિ એવી ઉભી થાય છે કે પ્રિતીના લગ્ન બીજા યુવાન સાથે નક્કી કરી દેવામાં આવે છે. આ પછી કબીર દારૂ પીવાના રસ્તે ચડી જાય છે, ડ્રગ્સ લેવા માંડે છે. નશાની હાલતમાં સર્જરી કરવા માંડે છે...તે વિનાશના રસ્તે ચાલવા માંડે છે. છેલ્લે પ્રિતી તેને મળશે કે નહિ? કબીર સુધરી જશે કે નહિ? આ સવાલોનો જવાબ ફિલ્મમાં મળશે.

બીજી ફિલ્મ 'ફસતે ફસાતે'ના નિર્માતા અમિત અગ્રવાલ, ચારૂ સુમિત ગર્ગ અને નિર્દેશક અમિત અગ્રવાલ છે. ફિલ્મમાં સંગીત આરકો પ્રાવો મુખર્જી, સંજય, રાજે અને રાહુલ જૈનનું છે. ફિલ્મમાં કરિશ્મા શર્મા, અર્પિત ચોૈધરી અને નચિકેત નાર્વેકરની મુખ્ય ભુમિકા છે. કરિશ્માએ અગાઉ હોટેલ મિલન અને પ્યાર કા પંચનામા-૨માં કામ કર્યુ છે. ભારતના યુવાનની લંડનની યુવતિ સાથેની પ્રેમકહાની અને લગ્નની વાત છે. રોમાન્ટીક કોમેડી એવી આ ફિલ્મ મા અનેક ટ્વિસ્ટ પણ છે. કરિશ્માએ અનેક કિસીંગ સિન પણ આપ્યા છે. ટીવી પરદે કરિશ્માએ પવિત્ર રિશ્તા, એમટીવી વેબ્ડ, ફિયર ફાઇલ્સ, આહટ તેમજ રાગીની એમએમએસ-રિટર્ન્સ વેબ સિરીઝમાં પણ કામ કર્યુ છે.

(10:07 am IST)
  • પીએમ મોદીની ડિનર ડિપ્લોમસી :પીએમ મોદીએ લોકસભા અને રાજ્યસભાના સભ્યોને દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલમાં રાત્રીભોજનનું આયોજન કર્યું:બંન્ને સદનનાં લગભગ 750 સભ્યોને સંસદીય કાર્યમંત્રી દ્વારા આમંત્રણ મોકલ્યું : હોટલ અશોકમાં આયોજીત રાત્રીભોજનમાં રાજ્યસભાનાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ ઉપરાંત એનડીએ અને યુપીએના ઘટક દળનાં નેતાઓ જોડાયા:દ્રમુકની કનિમોઇ, આપનાં રાજ્યસભા સભ્ય સંજય સિંહ, ભાજપમાં જોડાયેલા ટીડીપીના ત્રણ સહિતના જોડાયા હતા. access_time 1:12 am IST

  • ગુજરાતમાં આવી રહી છે નવી ફાયર પોલીસી : સુરત અગ્નિકાંડના પગલે હવે મિલ્કતના માલીકોની જવાબદારી પણ નકકી થશે : બિલ્ડર્સ-ડેવલપર્સની જવાબદારીઓ પણ ફીક્ષ થશે access_time 1:12 pm IST

  • બનાસકાંઠામાં હાહાકાર...એક સાથે ૪ હત્યાઃ કુડા ગામે ૨૧ લાખ રૂપિયાના વિવાદમાં ચાર જીવ લેવાયા access_time 11:35 am IST