Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

તું આગે ચલ, મેં તેરા બોડીગાર્ડ બન જાતા હુંઃ સલમાન ખાન બોડીગાર્ડ શેરા સાથે મુંબઇ અેરપોર્ટની બહાર મસ્તી કરતો જોવા મળ્યો

મુંબઇઃ રેસ 3 સ્ટાર સલમાન ખાન અને તેનો પર્સનલ બોડીગાર્ડ શેરાની વચ્ચે કેટલું સારું બોન્ડિંગ છે, આ વાતનો પૂરાવો ઘણી વખત જોવા મળ્યો છે. શેરા માલિક સલમાન ખાનને ભગવાન માને છે તો સલમાન ખાન પણ શેરાની તમામ જરુરિયાતોનો ખ્યાલ રાખે છે. હાલમાં મુંબઈ એરપોર્ટ પર એક એવી ઘટના બની જેમાં સલમાન અને શેરાના બોન્ડિંગની ઝલક જોવા મળી.

થયું એવું કે સલમાન ખાન મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો જ્યાં તેની સાથે સિક્યોરિટી કવર આપવા માટે બોડીગાર્ડ શેરા પણ હતો. સલમાન ખાન જેવો પોતાની કારમાંથી નીચે ઉતર્યો, ત્યાં જ ફોટોગ્રાફર્સે સલમાનને કેમેરામાં કેદ કરવાનું શરુ કરી દીધું. આ જોતા જ સલમાન ખાન હસ્યો અને પોતાના બોડીગાર્ડ શેરાને કહ્યું, “તૂ આગે ચલ, મે તેરા બોડીગાર્ડ બન જાતા હૂં.

આ સાંભળીને શેરાની સાથે-સાથે ત્યાં હાજર સુરક્ષાકર્મી અને ફોટોગ્રાફર્સ હસવા લાગ્યા. સલમાન ઘણી વખત આવી મજાક મસ્તી કરતો જોવા મળે છે. શેરાને તેઓ બોડીગાર્ડથી વધુ પોતાનો ભાઈ જ માને છે.

શેરા છેલ્લા 20 વર્ષથી સલમાન ખાનનો બોડીગાર્ડ છે અને શેરા સલમાનના પડછાયાની જેમ તેની સાથે ને સાથે રહે છે, પણ તમને ખબર છે કઈ રીતે શેરા સલમાનનો આટલો બધો વિશ્વાસુ બની ગયો. સલમાન અને શેરા મળ્યા તે વાત ઘણી જ રસપ્રદ છે.

(5:33 pm IST)