Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવવાની મનીષા કોઇરાલાની ઈચ્છા

મુંબઈ:બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી અને ફિલ્મ સંજુમાં રણબીર કપુરની માતાનો રોલ ભજવી રહેલ મનીષા કોઈરાલાએ પોતાના એક નિવેદનમાં દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની બાયોપિક ફિલ્મ કરવા અંગે ઈચ્છા વ્યક્ત કરી. 

 

મનીષા કોઈરાલાએ જણાવ્યુ કે, ભારતીય સિનેમામાં આજનો જે સમય છે તે ખૂબ પ્રોગ્રેસિવ છે. આજે દર્શકો નવી અને અલગ રીતની વાર્તાઓ માટે તૈયાર છે. પોતાની ફિલ્મ સંજુના પ્રમોશનલ ઈન્ટરવ્યુ દરમિયાન થયેલ વાતચીતમાં મનીષાએ જણાવ્યુ કે, હું ફરી એકવાર તૈયાર છું. મને સારી વાર્તા અને પડકારજનક પાત્રોની શોધ છે. મને સારી વાર્તા રીઝનલ ફિલ્મોમાં પણ મળશે તો પણ હું તેમાં કામ કરીશ. 
મનીષા કોઈરાલાને જ્યારે પુછવામાં આવ્યુ કે તે રીયલ લાઈફની વાર્તા કે બાયોપિક ફિલ્મ બને તો કામ કરવા માંગશે? આના જવાબમાં મનીષાએ જણાવ્યુ કે આમ તો હું કોઈપણ મજબુત પાત્ર ભજવવા ઉત્સાહિત રહુ છું, પરંતુ જો મને દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના જીવન પર બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવવાની તક મળશે તો હું જરુર કરીશ. મહત્વનુ છે કે એક રાજકીય પરિવારથી સંબંધ રાખનાર મનીષા ઈન્દિરા ગાંધીના વ્યક્તિત્વથી પણ પરિચિત છે.

(4:00 pm IST)