Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

આઇફા એવોર્ડમાંથી શાહિદ કપૂર ખસી ગયો

મુંબઈ:અભિનેતા શાહિદ કપૂર બે દિવસ પછી બેંગકોકમાં યોજાનારા આઇફા એવોર્ડ સમારોહમાંથી ખસી ગયો હોવાની માહિતી મળી હતી. હાલ શાહિદ શ્રી નારાયણ સિંઘની ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ કરી રહ્યો છે. ફિલ્મ ઉત્તર ભારતમાં બેફામ થઇ રહેલી વીજ ચોરીના વિષય પર આધારિત છે. તાજેતરમા ફિલ્મના શૂટિંગમાં શાહિદની પીઠમાં ઇજા થઇ હતી એટલે હવે પોતાનું પાવરપેક પર્ફોર્મન્સ કરી શકે એવી સ્થિતિમાં રહ્યો નથી. એણે આઇફાના આયોજકોને વાતની જાણ કરી દીધી હતી. અગાઉ કાર્તિક આર્યને પણ પોતાને થયેલી ઇજાના કારણે આઇફામાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. બેંગકોકમાં ૨૪ જૂનથી આઇફા એવોર્ડ સમારોહ શરૃ થઇ રહ્યો છે. વખતે ટોચનો અભિનેતા રણબીર કપૂર એનું એન્કરિંગ કરવાનો છે. શાહિદની નિકટનાં સૂત્રોએ કહ્યંુ કે ગયા સપ્તાહમાં તેહરી ખાતે શૂટિંગમાં એને ગંભીર ઇજા થઇ હોવા છતાં ફિલ્મ સમયસર પૂરી કરવાની ભાવનાથી એણે પેઇન કીલર્સની મદદથી કામ કર્યે રાખ્યું. પરંતુ ત્યારબાદ મુંબઇ આવીને આઇફાના ડાન્સ રિહર્સલમાં જોડાઇ ગયો પરિણામે એને પૂરતો આરામ મળ્યો નહીં અને એની પીડા વધી જવા પામી. પરિણામે ડૉક્ટરોની સલાહ મુજબ એણે આઇફામાંથી ખસી જવાનું નક્કી કર્યું હતું.

(3:58 pm IST)