Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ફિલ્મ લવ સોનિયાનો પ્રીમિયર શો માટે રિચા ચઢ્ઢા લંડન જવા રવાના

મુંબઈ:અભિનેત્રી રિચા ચડ્ડા બુધવારે રાત્રે લંડન જવા રવાના થઇ હોવાની જાણકારી મળી હતી. એની લેટેસ્ટ ફિલ્મ લવ સોનિયાનો પ્રીમિયર શો લંડનમાં બાગરી ફાઉન્ડેશન લંડન ઇન્ડિયન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં યોજાવાનો છે. ફિલ્મનું ડાયરેક્શન લાઇફ ઑફ પાઇ જેવી હિટ ફિલ્મ બનાવનારા તબરેજ નૂરાનીએ કર્યું છે. રિચા એમની સાથે લંડન જવા રવાના થઇ હતી. રિચાએ કહ્યું કે અનિચ્છાએ કાયાના સોદા કરતી છોકરીઓ અને વેશ્યાગીરીની ફિલ્મ માત્ર માહિતીદાયક નહીં પણ કમર્શિયલ ફિલ્મ જેવી બની છે અને હજ્જારો છોકરીઓની દુર્દશાની કથા રજૂ કરે છે એટલે એને ઓડિયન્સ તરફથી જોરદાર આવકાર મળવાની મને ખાતરી છે. રિચાએ ફિલ્મમાં કૂટણખાનની માલકણનો રોલ કર્યો છે. ફિલ્મમાં વેશ્યાગીરીમાં ધકેલાઇ જતી યુવતીઓની કરુણ કથાને વણી લેવામાં આવી છે. ધંધામાંથી ઊગરી ગેયલી કેટલીક છોકરીઓની કરુણકથા પણ રજૂ કરાઇ છે.

(3:57 pm IST)