Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ઇન્દ્ર કુમાર સાથે મળી યશરાજ બેનર્સ બનાવશે કોમેડી

બોલીવૂડમાં અમુક નિર્માતા એવા છે જે દર્શકો માટે ખાસ ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. યશરાજ ફિલ્મ્સ પણ પોતાના દર્શકો માટે ખાસ અને મજેદાર ફિલ્મો લાવતું રહે છે. આ બેનરે હવે નિર્દેશક ઇન્દ્રકુમાર સાથે હાથ મિલાવ્યો છે. હવે આ બંને મળીને કોમેડી ફિલ્મ બનાવશે. ઇન્દ્ર કુમારે મસ્તી, ગ્રાન્ડ મસ્તી જેવી એડલ્ટ ફિલ્મો પણ આપી છે. જો કે આદિત્ય ચોપડા ઇન્દ્ર કુમાર સાથે મળી પારિવારીક કોમેડી બનાવશે. 

ઇન્દ્ર આ વખતે પણ અગાઉ ઇશ્ક, ધમાલ જેવી કલીન કોમેડી આપશે. યશરાજ બેનર્સ દ્વારા આ ફિલ્મ માટે ટેલેન્ટ એજન્સીના કલાકારોને પસંદ કરવામાં આવશે. એટલે કે મોટા સ્ટાર્સની હાજરી હશે કે નહિ તે નક્કી નથી. નવા કલાકારો સાથે આ ફિલ્મ કેટલી મજેદાર બનશે તે જોવું રહ્યું. આવતા મહિનાથી ફિલ્મની તૈયારી શરૂ થઇ જશે. યશરાજ બેનર્સની ઠગ્સ ઓફ હિન્દોસ્તાન અને શમશેરા પણ બની રહી છે.

(9:05 am IST)